- આજથી મુંબઈ ખાતે G 20ની એક બીજી બેઠક શરુ
- ત્રીજા એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપ બેઠકનો આરંભ થયો
દિલ્હીઃ- ભારત આ વર્ષે જી 20ની અધ્ક્ષતા કરી રહ્યું છે જને લઈને અનેક બેઠકોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.ત્યારે આજરોજથી મુંબઈ ખાતે G 20, ત્રીજા એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની ત્રણ દિવસની બેઠકનો આરંભ થયો છે.
આ માહિતી આપતા કેન્દ્રીય કોલસા અને ખાણ રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવેએ જણાવ્યું હતું કે G-20 પ્રતિનિધિઓ આજે મુંબઈમાં ભારતની G-20 અધ્યક્ષતા હેઠળ એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રુપની ત્રીજી બેઠકમાં અશ્મિભૂત ઇંધણના વિવિધ વિકલ્પો પર ચર્ચા કરાવામાં આવી રહી છે.
ભારતની અધ્યક્ષતા હેઠળ દર્શાવેલ છ અગ્રતા ક્ષેત્રોમાં ટેક્નોલોજી ગેપને સંબોધીને ઉર્જા સંક્રમણ, ઉર્જા સંક્રમણ માટે ઓછા ખર્ચે ધિરાણ, ઉર્જા સુરક્ષા અને વૈવિધ્યસભર પુરવઠા શૃંખલા, ઉર્જા કાર્યક્ષમતા, ઉદ્યોગોમાંથી ઓછા કાર્બન ઉત્સર્જન જેવા કે આબોહવા પરિવર્તન વગેરે પર ચર્ચાઓ થઈ રહી છે
આ સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતે 2070 સુધીમાં કાર્બન ઉત્સર્જન નેટ ઝીરો કરવાનો નિર્ણય લીધો છે.આ સાથે જ આ દિશામાં અન્ય દેશો દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલો અંગે પણ ચર્ચા કરવામાં આવી રહી છે.
આ સાથે જ આ બેઠકમાં શ્રી આલોક કુમાર, પાવર મંત્રાલયના સચિવ અને એનર્જી ટ્રાન્સફોર્મેશન વર્કિંગ ગ્રૂપના અધ્યક્ષે પણ મીટિંગના ઉદ્ઘાટન સત્રનું સંબોધન કર્યુ હતું. આ ત્રણદિવસીય બેઠક દરમિયાન જી 20 સભ્ય દેશોનું પ્રતિનિધિત્વ કરતા 100 થી વધુ પ્રતિનિધિઓ, વિશેષ મહેમાનો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેમ કે આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી, વિશ્વ બેંક અને વિશ્વ ઉર્જા પરિષદ અગ્રતાના ક્ષેત્રો પર ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે.