મહારાષ્ટ્ર : G-20 શિખર સંમેલનના 19 દેશોના ડેલીગેટ્સના આવતા વર્ષે 2023ને ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાતે આવશે. તેઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લા અજંતા અને ઈલોરાની ગુફાઓની તથા અન્ય ખ્યાતનામ જગ્યાઓની મુલાકાત કરશે તેવું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે,
આ 19 દેશોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાંસ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કીયે, યુનાઈટેડ કિંગડમ, યુ.એસ.એ. અને યુરોપિયન યુનિયન સામેલ છે.
આવતા વર્ષે ફેબ્રુઆરીની તેર અને ચૌદ તારીખે અંદાજે 500 ડેલીગેટ્સ આ વિશ્વ હેરિટેજ સ્થળોની મુલાકાત લેશે, જેમાં અજંતા, ઈલોરાની ગુફાઓ ઉપરાંત દેવગિરીનો કિલ્લો (દોલતાબાદ) સામેલ છે તથા ઔરંગાબાદની વ્યાપારિક મુલાકાતનું આયોજન પણ છે.
જે અંગેના યોગ્ય આયોજન અને પૂર્વ તૈયારીઓ માટે ડિવિઝનલ કમિશ્નર સુનીલ કેન્દ્રેકર દ્વારા મીટીંગ પણ બોલાવવામાં આવી હતી.
(ફોટો: ફાઈલ)