દેહરાદૂનઃ– ઉત્તરાખંડમાં જ્યાં ચોમાસુાનું આગમન થી ગયું છે ત્યારે આજથી બીજી તરફ જી 20ની ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગૃપની બેઠક આજે સોમવારથી શરુ થઈ ચૂકી છે આ બેઠકમાં અનેક મુદ્દાઓ ને લઈને ચર્ચાઓ કરવામાં આવશે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે આજે 26 જુનથી ત્રીજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રૂપની બેઠક ઉત્તરાખંડના નરેન્દ્રનગરમાં શરુ થવા જઈ રહી થે. આ બેઠક 26 જૂનથી 28 જૂન સુધી ચાલશે. આ બેઠકમાં જી 20 સભ્યોના 16 દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યા છે જ્યારે 4 દેશોના પ્રતિનિધિઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ શકે છે.
જાણકારી અનુસાર આ બેઠકના પ્રથમ દિવસે શહેરોના મૂળભૂત માળખાકીય વિકાસમાં ખાનગી જૂથોની ભાગીદારી અંગે ચર્ચા કરવામાં આવશે. જો કે આ બેઠકમાં ભાગ લેવા માટે ઘણા દેશોના પ્રતિનિધિઓ વિતેલા દિવસથી જ ઉત્તરાખંડ આવી પહોંચ્યા છે.
માહિતી પ્રમાણે જી-20 ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રુપની આ બેઠક આજથી શરૂ થશે. આ બેઠકમાં G-20 દેશોના 63 પ્રતિનિધિઓ અને અન્યો ભાગ લઈ રહ્યા છે. તેમાંથી 8 આમંત્રિત દેશોના પ્રતિનિધિઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ સામેલ છે. અનેક વિષયો પર ચર્ચા થશે, વર્કિંગ ગ્રૂપની બેઠકના પહેલા જ દિવસે શહેરોમાં પાયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ચર્ચા કરવામાં આવશે.
આ ચર્ચામાં ભાવિ શહેરોનો વિકાસ કેવી રીતે કરીશું જેથી તેમાં રહેતા લોકોને તમામ સુવિધાઓ સમાન રીતે મળી શકે. એટલું જ નહીં, સરકારની ખાનગી સંસ્થાઓનો હિસ્સો વધારવા અને શહેરોના માળખાકીય વિકાસમાં તેમનું યોગદાન સુનિશ્ચિત કરવા માટે પણ ચર્ચા કરવામાં આવશે