Site icon Revoi.in

વર્ષ 2023 માં જી-20 ની બેઠક જમ્મુ-કાશ્મીરમાં યોજાશે – 5 સભ્યોની સમિતિની રચના કરાઈ

Social Share

દિલ્હી: વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓના પ્રભાવશાળી જૂથ G-20ની બેઠક ને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પ્રાપ્ત માહિતી પ્રમાણે વર્ષ 2023માં જમ્મુ અને કાશ્મીરમાં જી 20ની બેઠકનું આયોજન કરવામાં આવશે.

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં G20 બેઠકોની વ્યવસ્થાના સંકલન માટે કેન્દ્રશાસિત પ્રદેશ સ્તરના નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે,ઉલ્લેખનીય છે કે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014થી G20 સમિટમાં ભારતના પ્રતિનિધિત્વનું નેતૃત્વ કરી રહ્યા છે. ભારત 1999માં તેની શરૂઆતથી જ G-20નું સભ્ય છે.

આ બાબતે  કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસને ગુરુવારે પાંચ સભ્યોની ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરી હતી. કેન્દ્ર દ્વારા ઓગસ્ટ 2019 માં કલમ 370 હેઠળ જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જો નાબૂદ કર્યા અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યા પછી જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં આયોજિત થનારી આ પ્રથમ મોટી આંતરરાષ્ટ્રીય સમિટ હશે.

જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગના અગ્ર સચિવ મનોજ કુમાર દ્વિવેદીએ જારી કરેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં યોજાનારી G-20 બેઠકોના સમગ્ર સંકલન માટે એક સમિતિની રચનાને મંજૂરી આપવામાં આવી છે.

વિતેલા વર્ષ દરમિયાન , કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલને G20 માટે ભારતના શેરપા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારત 1 ડિસેમ્બર, 2022 થી G-20 ની અધ્યક્ષતા કરશે અને 2023 માં પ્રથમ વખત G-20 નેતાઓની સમિટની યજમાની કરશે.આ સાથે જ જણાવાયું છે કે કેન્દ્રશાસિત પ્રદેશના આવાસ અને શહેરી વિકાસ વિભાગના મુખ્ય સચિવ આ સમિતિના અધ્યક્ષ હશે, જેની રચના વિદેશ મંત્રાલયના 4 જૂનના પત્રને પગલે કરવામાં આવી છે.