દિલ્હી:ઈન્ડોનેશિયામાં આજથી શરૂ થઈ રહેલ G-20 સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બાલી પહોંચ્યા હતા.તેઓ આજે સમિટના ભાગરૂપે યોજાનારી બેઠકોમાં ભાગ લેશે.આ કોન્ફરન્સમાં ઘણા દેશોના વડાઓ ભાગ લઈ રહ્યા છે.આ દરમિયાન ખાદ્ય, સુરક્ષા, ઉર્જા, યુક્રેન સંકટ જેવા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સમિટમાં ભાગ લેવા બાલીની અપૂર્વા કેમ્પિન્સકી હોટલ પહોંચ્યા હતા. જ્યાં તેમનું ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ સ્વાગત કર્યું હતું.
મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદીનો બાલીમાં લગભગ 45 કલાક રોકાવાનો પ્લાન છે.આ દરમિયાન તેઓ 20 કાર્યક્રમોમાં હાજરી આપશે અને વિશ્વભરના 10 વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે મુલાકાત કરી હતી.