- ભારતની G-20ની અધ્યક્ષતાને G-7 દેશોનું સમર્થન
- દરેક દેશે ન્યાયી વિશ્વ પ્રત્યે પ્રતિબદ્ધતા કરી વ્યક્ત
દિલ્હીઃ- ભારત G- 20 દેશોની અધ્યક્ષતા કરીલ રહ્યું છે ત્યારે વિશ્વભરના દેશઓ ભારતની પ્રસંશા કરી રહ્યા છએ તો સાથે જ જી 7 દેશોએ પમ ભારતને સમર્થન આપ્યું છે.G-7 દેશો, વિકસિત રાષ્ટ્રોનું જૂથ – યુએસ, યુ.કે., કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને જાપાન – જે વૈશ્વિક પડકારો પર ચર્ચા કરવા માટે દર વર્ષે ભેગા થાય છે, સોમવાર, 12 ડિસેમ્બરના રોજ, તેઓએ સમર્થન કર્યું છે.આ સાથે જ G-20 દેશોની ભારતની અધ્યક્ષતા અને સમાન વિશ્વ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાઓને પુનરાવર્તિત કરી.
વિતેલા દિવસને સોમવારાના રોજ ગ્રૂપ ઓફ સેવન રાષ્ટ્રોના નેતાઓએ સોમવારે ગંભીર ભૌગોલિક રાજકીય કટોકટી અને વિશ્વ અર્થતંત્ર માટે નિર્ણાયક ક્ષણના સમયે વૈશ્વિક પડકારોને સંયુક્ત રીતે સંબોધવા માટે જર્મન પ્રેસિડેન્સી હેઠળ તેમના સહકારની પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો.
આ સમર્થન આપતા જી 7 દેશઓએ ન્યાયપૂર્ણ વિશ્વ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. સોમવારે જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં, G-7 દેશોના નેતાઓએ કહ્યું કે તેઓ બધા માટે ટકાઉ ભવિષ્યનું સમર્થન કરીએ છીએ. જર્મન પ્રેસિડેન્સી હેઠળ, અન્ય આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે, અમે અમારા સમયના મુખ્ય પ્રણાલીગત પડકારો અને તાત્કાલિક સંકટને પહોંચી વળવા માટે તમામ સ્તરે તૈયાર છીએ.
જી 7ના આ ગૃપમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી પણ સામેલ હતા. રશિયાના લાંબા સમય સુધી ચાલતા આક્રમણના યુદ્ધમાં યુક્રેન માટે તેમના અતૂટ સમર્થન અને એકતાની પુનઃપુષ્ટિ કરતા, G-7 નેતાઓએ રશિયાના સતત અમાનવીય અને ક્રૂર હુમલાઓની નિંદા કરી.ત્યારે હવે જી 7 દેશો ભારતને જી 20ની અધ્યક્ષતાને લઈને સમર્થ આપીવ રહ્યા છે અને પુરેપુરો વિશ્વાસ વ્યક્ત કરતા જોવા મળ્યા છે.ઉલ્લેખનીય છે કે પીએમ મોદી માત્ર ભારતમાં જ નહી પરંતુ વિશ્વભરમાં જાણીતા અને પાવરફૂલ નેતા છે,તેમના સત્તામાં આવ્યા બાદ જ ભારતના વિદેશ સાથેના સંબંધો ઘણા સારા થઈ ચૂક્યા છે.પીએમ મોદીના નેતૃ્ત્વમાં અનેક દેશોને પણ ઘણા ફાયદાઓ થયા છે જેને લઈને હવે પીએમ મોદી એક જાણીતી પર્સનાલિટી બની ચૂક્યા છે.