Site icon Revoi.in

જી 20 સમિટ- ફ્રાસંના રાષ્ટ્રપતિ મેક્રોનએ હિંદીમાં ટ્વિટ કર્યું PM મોદીએ પણ ફ્રેન્ચ ભાષામાં આપ્યો જવાબ

Social Share

દિલ્હીઃ- તાજેતરમાં જી 20 સમિટિ ચર્ચામાં જોવા મળએ છે, રોમમાં G20 સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યા પછી ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને શનિવારેપોતાના ટ્વિટર અકાઉન્ટ પર  હિન્દીમાં ટ્વિટ કર્યું. તેના થોડા સમય બાદ પીએમ મોદીએ પણ ફ્રેન્ચ ભાષામાંમાં ટ્વિટ કરીને જવાબ આપ્યો હતો.

ભારત-ફ્રેન્ચ સંબંધોના મહત્વ પર પ્રકાશ પાડતા, ઇમેન્યુઅલ મેક્રોને હિન્દીમાં કહ્યું, “અમે ભારત સાથે પર્યાવરણ, આરોગ્ય અને નવીનતા માટેની સમાન મહત્વાકાંક્ષાઓ શેર કરીએ છીએ. અમે નક્કર પરિણામો તરફ સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું, ખાસ કરીને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં.

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને ફ્રાન્સ વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહયોગને મજબૂત કરવા બાબતે તેમની ચર્ચા વિશે વાત કરી. પીએમ મોદીએ કહ્યું, મારા મિત્ર રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને રોમમાં મળીને  ખૂબ આનંદ થયો. અમારી વાટાઘાટો વિવિધ ક્ષેત્રોમાં સહકારને મજબૂત કરવા અને લોકો વચ્ચેના સંબંધોને પ્રોત્સાહન આપવાની આસપાસ ફરતી હતી.

આ સાથે જ વડા પ્રધાન કાર્યાલય  એ જણાવ્યું હતું કે બંને નેતાઓએ G-20 સમિટની બાજુમાં મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને ફ્રાન્સ વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક સહયોગ કરી રહ્યા છે. આજની વાતચીત બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ વેગ આપશે.