Site icon Revoi.in

અંબાજીમાં ગબ્બર દર્શન આજે બપોર બાદ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

Social Share

અમદાવાદ: હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે.ત્યારે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના મંદિરે દર્શનાર્થે જતા હોય છે.તહેવાર દેવી દુર્ગાની પૂજા અને શક્તિની ઉપાસનાનો તહેવાર છે. અને એમાં પણ બીજી તરફ કાળઝાળ ગરમી પડી રહી છે.ચૈત્રી નવરાત્રી નિમિતે અંબાજી મંદિર અને ગબ્બર પરની જ્યોતના દર્શન કરવા આવતા ભક્તો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.

અંબાજીમાં ગબ્બર દર્શન આજે બપોર બાદ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. બપોરના 3 વાગ્યા બાદ ગબ્બર ટોચ ઉપર યાત્રિકોની અવરજવર પર પ્રતિબંધ લગાવાયો છે.કારણકે ગબ્બરમાં ઘણી જગ્યાએ મધપુડા અવેલા છે.જો ગબ્બર પર કોઈને મધમાખી કરડે તો તેમને તાત્કાલિક સારવાર આપવી મુશ્કેલ હોવાથી આ મધપુડા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.જોકે,અખંડ જ્યોતના દર્શન ગબ્બર તળેટીમાં પ્રવેશ દ્વાર ખાતે રાખવામાં આવશે. આ પ્રતિબંધ હાલ 4 એપ્રિલ 2022 માટે જ છે.

ચૈત્ર નવરાત્રી 2 એપ્રિલથી શરૂ થઇ ચુકી છે અને 11 એપ્રિલ સુધી ચાલશે. આ વખતે ચૈત્ર નવરાત્રી 9 દિવસની રહેશે.શાસ્ત્રોમાં 9 દિવસની નવરાત્રિ ખૂબ જ શુભ માનવામાં આવે છે, જ્યારે 8 દિવસની નવરાત્રિ શુભ માનવામાં આવતી નથી.10 દિવસની નવરાત્રી ખૂબ જ ખાસ હોય છે.નવરાત્રીનો તહેવાર 9 દિવસ સુધી ચાલે છે જ્યારે તારીખ સામાન્ય હોય છે.આ વર્ષે ચૈત્રી નવરાત્રી 9 દિવસ સુધી ચાલશે.