ગદર એક પ્રેમકથાઃ સકીનાના રોલ માટે અમિષા પટેલ નહીં આ અભિનેત્રી હતી ડાયરેક્ટરની પ્રથમ પસંદગી
મુંબઈઃ બોલીવુડના સુપર સ્ટાર સની દેઓલ અને અમિષા પટેલ અભિનિત ફિલ્મ ગદર એક પ્રેમ કથાને રિલીઝ થયે 20 વર્ષ પુરા થયાં છે. આ ફિલ્મ જૂન 2001માં રિલીઝ થઈ હતી. જે વર્ષની સૌથી મોટી સુપરહિટ ફિલ્મ હતી. તેમજ આજે પણ આ ફિલ્મને લોકો પસંદ કરે છે. જો કે, એવો દાવો કરવામાં આવે છે કે, ડાયરેક્ટર અનિલ શર્માની પ્રથમ પસંદગી સની દેઓલ અને અમિષા પટેલ ન હતા.
અનેક રિપોર્ટમાં કહેવાયું હતું કે, આ ફિલ્મમાં પહેલા ગોવિંદા અને કાલોજને કાસ્ટ કરાયાં હતા. જો કે, ડાયરેક્ટર અનિલ શર્માએ કહ્યું હતું કે, તેમણે તારાસિંહના નામ માટે ક્યારેય ગોવિંદાનું નામ ફાઈનલ કર્યું ન હતું. જો કે, ફિલ્મની વાર્તા ગોવિંદાએ જરૂર સાંભળી હતી. બાદમાં આ પાત્ર સની દેઓલને મળ્યું હતું. અનિલ શર્માએ કહ્યું હતું કે, ફિલ્મમાં સકીનાના પાત્ર માટે પહેલા કાજોલનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, ગદર એક પ્રેમ કથા માટે ગોવિંદને સાઈન કરાયાં ન હતી. 1998માં ગોવિંદાની સાથે મહારાજા ફિલ્મ બનાવી હતી. તે સમયે તેમને ગદરની વાર્તા સંભળાવી હતી. જો કે, તેમને કાસ્ટ કરવામાં આવ્યાં ન હતા. પરંતુ તેઓ ફિલ્મની વાર્તા સાંભળીને ડરી ગયા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગોવિંદાને ભરોસો ન હતો થતો કે આવી ફિલ્મ પણ બની શકે છે. તે સમયે પાકિસ્તાન જેવા સ્થળો ઉભા કરવા મુશ્કેલ હતા. તેમજ કોઈ પણ ફિલ્મમાં મોટો વિસ્તાર આવી રીતે રિક્રિએશન કરાયો ન હતો. ફિલ્મમાં તારાસિંહના પાત્ર માટે સની દેઓલ જ પહેલી પસંદગી હતા.