- ગેઈલનો મહત્વ પૂર્ણ પ્રોજેક્ટ
- 4.3 મેટ્રિક હાઈડ્રોજન થશે તૈયાર
દિલ્હીઃ- એક બાજુ સમગ્ર વિશ્વ હાલ ઊર્જા સંકટની ચિંતામાં છે ત્યારે વિશ્વમાં સતત વધી રહેલા ઉર્જા સંકટ વચ્ચે તમામ દેશો હાઇડ્રોજનના બળતણ તરીકે ઉપયોગને પ્રોત્સાહન આપી પણ રહ્યા છે. ભારત સરકારે હાઇડ્રોજનને પ્રોત્સાહન આપવા માટે નેશનલ હાઇડ્રોજન મિશન પોલિસી પણ તૈયાર કરી છે.
આ પોલીસીને કેન્દ્ર એ ધ્યાનમાં રાખીને, GAIL એ અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોટોન એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ કરવા સંમતિ આપી છે. આ પ્રોજેક્ટ મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં સ્થિત GAILના વિજયપુર સંકુલમાં સ્થાપિત કરવામાં આવશે. આ પ્લાન્ટ 2023ના અંત સુધીમાં કાર્યરત થવાની ધારણા છે.
ગેઇલ પહેલેથી જ હાઇડ્રોજનનો ઉપયોગ વધારવા માટે કુદરતી ગેસ સાથે મર્યાદિત માત્રામાં હાઇડ્રોજન ગેસનું મિશ્રણ કરવાની યોજના પર સફળતાપૂર્વક કામ કરી રહ્યું છે. આ વર્ષે જાન્યુઆરીમાં શરૂ કરાયેલા આ પ્રોજેક્ટમાં, GAIL તેની સહયોગી કંપની દ્વારા હાઇડ્રોજન ગેસ બ્લેન્ડેડ નેચરલ ગેસ સપ્લાય કરી રહી છે, જે ખૂબ સારા પરિણામો દર્શાવે છે.
ગેઇલનો આ પ્રોજેક્ટ દેશની ઉર્જા સંકટને હલ કરવાની દિશામાં ખૂબ જ મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે. આ પ્રોજેક્ટ સાથે, લગભગ 10 મેગાવોટની ક્ષમતા સાથે દરરોજ 4.3 મેટ્રિક ટન હાઇડ્રોજન ઉત્પન્ન થશે.
જાણકારી પ્રમાણે આ હાઇડ્રોજન લગભગ 99 ટકા શુદ્ધતાનું હશે, જે તેની ગુણવત્તા જાળવી રાખશે અને વાજબી માત્રામાં વીજળી ઉત્પન્ન કરશે. આ પ્રોજેક્ટની સફળતા પછી, દેશમાં અન્ય સમાન પ્લાન્ટ સ્થાપવા માટેના રસ્તાઓ ખુલશે.