Site icon Revoi.in

ગામજનો મોંધવારીથી પરેશાનઃ- ગ્રામીણ વિસ્તારમાં જરુરી ચીજ વુસ્તુઓના ભાવ શહેરની સરખામણીમાં વધુ

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં પેટ્રોલ ડિઝલથી લઈને ખાદ્ય ચીજ વસ્તુઓ મોંધી થઈ રહી છે, દેશની જનતા પર મોંધવારીનો માર જોવા મળી રહ્યો છે, ત્યારે દેશમાં ઓક્ટોબર મહિનામાં ગામડાઓ કરતાં શહેરોમાં મોંઘવારી વધુ જોવા મળી છે, પરંતુ તેમ છતાં ગામડાઓમાં ઘણી જરૂરી ચીજવસ્તુઓના ભાવ શહેરોની સરખામણીએ ઘણા વધારે નોંધાયા છે. જેમાં ખાદ્યપદાર્થોથી લઈને રોજિંદા ઉપયોગની વસ્તુઓનો સમાવેશ થાય છે. તે જ સમયે, દેશના ઘણા રાજ્યોમાં મોંઘવારી દર રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે જોવા મળે છે.

જારી કરવામાં આવેલા આંકડા, દેશના ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારી દર 4.07 ટકા છે, જ્યારે શહેરી વિસ્તારોમાં આ આંકડો 5.04 ટકા છે. આમાં, અનાજ અને સંબંધિત ઉત્પાદનો, માંસ અને માછલી, ઈંડા, તેલ અને ઘી, કઠોળ, ખાંડ, મસાલા અને ફૂટવેર જેવી ઘણી આવશ્યક અને ખાદ્ય-સંબંધિત વસ્તુઓના ભાવમાં ગયા વર્ષની સરખામણીમાં નોંધપાત્ર વધારો થયો છે.

નિષ્ણાતોનું આ બાબતે માનવું છે કે મોંઘવારી સતત માંગ અને પુરવઠાના આધારે વધી રહી છે અને ઘટી રહી છે. તેમજ આજના યુગમાં ટ્રાન્સપોર્ટેશન પણ ભાવ વધારામાં ફાળો આપે છે. શહેરી વિસ્તારો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં માલની ડિલિવરી વધુ મોંઘી બને છે.

આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, ગયા વર્ષના ઓક્ટોબરની સરખામણીએ આ વર્ષે ગ્રાહક ભાવ સૂચકાંક ફુગાવો ઘટ્યો છે, પરંતુ સપ્ટેમ્બર મહિનાની સરખામણીએ તેમાં વધારો જોવા મળ્યો છે. ઓક્ટોબરમાં ફુગાવો 4.48 ટકા રહ્યો હતો જે સપ્ટેમ્બરમાં 4.35 હતો. જ્યારે ગયા વર્ષે આ આંકડો 7.61 ટકા હતો.