Site icon Revoi.in

ઉત્તરાખંડમાં બદ્રીનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 10ના મોત

Social Share

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જ્યાં મુસાફરો ભરેલુ એક ટેમ્પો ટ્રાવેલર વાહન કાબુ બહાર જઈ અલકનંદા નદીમાં ખાબક્યું હતું. આ અકસ્માતમાં લગભગ 10 લોકોના મોત થયા છે. જ્યારે સાત લોકો ઘાયલ હોવાનું જાણવા મળે છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. ગુમ થયેલા લોકોને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અકસ્માત બદ્રીનાથ હાઈવે પર રેંટોલી પાસે થયો હતો, જ્યાં વાહન ચાલકે અચાનક કાબૂ ગુમાવ્યો હતો અને નીચે અલકનંદા નદીમાં ખાબક્યું હતું. પડી હતી. ઘટના બાદ ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો મદદ માટે બૂમો પાડવા લાગ્યા હતા. જે બાદ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા.

અહેવાલો અનુસાર, ટ્રાવેલરમાં લગભગ 17 મુસાફરો હતા, ઘટનાની માહિતી મળતાની સાથે જ રેસ્ક્યુ ટીમને સ્થળ પર મોકલવામાં આવી હતી. ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. નદીના જોરદાર પ્રવાહને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એસપી ડૉ. વિશાખા અશોક ભદાનેએ આ અકસ્માતની પુષ્ટિ કરી છે. ઘટનાની જાણ થતાં જ SDRFની ટીમ પણ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. એમઆરએફ અને એનડીઆરપીની ટીમો બચાવ કામગીરીમાં લાગેલી છે. ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.

સીએમ પુષ્કર સિંહ ધામીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, ‘રુદ્રપ્રયાગ જિલ્લામાં ટેમ્પો ટ્રાવેલરના અકસ્માતના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા. સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. ઘાયલોને સારવાર માટે નજીકના મેડિકલ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટને ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. હું બાબા કેદારને ઈજાગ્રસ્તોના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરું છું.