ગાંધી જ્યંતિ નિમિત્તે દરિયાકિનારા પર 1,000 સ્થળોએ સિંગલ-યુઝ પ્લાસ્ટિકને દૂર કરશે
અમદાવાદઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આવતીકાલે મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે ગુજરાતના ઐતિહાસિક શહેર પોરબંદરથી માય ભારત દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી કોસ્ટલ એન્ડ બીચ સ્વચ્છતા અભિયાનનું નેતૃત્વ કરશે. આ વિશેષ ઝુંબેશનો ઉદ્દેશ ભારતના દરિયાકિનારા અને દરિયાકિનારાના વિસ્તારોમાંથી સિંગલ-યુઝ પ્લાસ્ટિક કચરાને નાબૂદ કરવાનો છે, જે વ્યાપક “સ્વચ્છતા હી સેવા” અભિયાનની પરાકાષ્ઠાને ચિહ્નિત કરે છે, જે “સ્વભાવ સ્વચ્છતા – સંસ્કાર સ્વચ્છતા” થીમ હેઠળ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર, 2024 સુધી ચાલી રહ્યું છે.
યુવાનોની આગેવાની હેઠળની પર્યાવરણલક્ષી કામગીરીને પ્રોત્સાહન આપવામાં અગ્રેસર રહેલા ડો.માંડવિયા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ તરીકે નોંધપાત્ર ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળ પોરબંદરમાં સફાઇનો પ્રારંભ કરાવશે. કેન્દ્રીય મંત્રીની સહભાગિતા પર્યાવરણને લગતી સ્થાયી પદ્ધતિઓ પ્રત્યેની કટિબદ્ધતા પર ભાર મૂકે છે અને આ અભિયાન સ્વચ્છ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક-મુક્ત ભારતનાં વિઝન સાથે સુસંગત છે.
યુવા બાબતોના વિભાગ હેઠળની એમવાય ભારતે આ વર્ષે સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સક્રિય ભૂમિકા ભજવી છે, જે સ્વચ્છતા અને પર્યાવરણીય જવાબદારીને પ્રોત્સાહન આપવામાં સક્રિય યુવાનોની ભાગીદારીને પ્રોત્સાહન આપે છે. આ અભિયાન સ્વચ્છ ભારત દિવસ, 2 ઓક્ટોબર, 2024 ના રોજ સમાપ્ત થશે, જેમાં એમવાય ભારત યુવા સ્વયંસેવકોએ વિશાળ દરિયાઇ સફાઇના પ્રયાસમાં આ જવાબદારીનું નેતૃત્વ કર્યું હતું.
આ ઝુંબેશમાં ભારતના 7,500 કિ.મી.ના વિશાળ દરિયાકિનારા પર 1,000થી વધારે સ્થળોને લક્ષ્યાંકિત કરવામાં આવશે, જેમાં ખાસ કરીને સિંગલ-યુઝ પ્લાસ્ટિકના કલેક્શન, અલગીકરણ અને નિકાલ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. 1,00,000થી વધુ એમવાય ભારત સ્વયંસેવકો આ રાષ્ટ્રવ્યાપી દરિયાકિનારાની સફાઇમાં સહભાગી થશે, જે પર્યાવરણીય સ્થિરતા હાંસલ કરવામાં સામૂહિક કામગીરીની શક્તિનું પ્રદર્શન કરશે.
કેન્દ્રીય મંત્રીએ દરિયાકાંઠાના તમામ જિલ્લાઓના સાંસદોને પત્ર લખીને સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો છે.
આ વર્ષે સ્વચ્છતા હી સેવા અભિયાનને પહેલેથી જ જબરદસ્ત સફળતા મળી છે, જેમાં 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં 5.6 મિલિયનથી વધુ એમવાય ભારત યુવા સ્વયંસેવકોએ સક્રિયપણે દેશભરમાં લાખો કિલોગ્રામ કચરો દૂર કર્યો છે. આ સફાઇના પ્રયાસોમાં 1 લાખથી વધુ ગામડાંઓ, 15,000થી વધુ સામુદાયિક કેન્દ્રો, 9,501 અમૃત સરોવરો અને વિવિધ ઐતિહાસિક અને જાહેર સ્થળોનો સમાવેશ થાય છે.
આ યાદગાર પહેલ સ્વચ્છ ભારત અભિયાન પ્રત્યે યુવાનોના સમર્પણને દર્શાવે છે, જે ભવિષ્યની પેઢીઓ માટે એક શક્તિશાળી ઉદાહરણ પૂરું પાડે છે. દરિયાકિનારાની સફાઇનો પ્રયાસ એ સંદેશને મજબૂત બનાવે છે કે સ્વચ્છ ભારતની શરૂઆત સામૂહિક કાર્યથી થાય છે, જેની કલ્પના મહાત્મા ગાંધીની કલ્પના હતી.