Site icon Revoi.in

લંડનમાં ગાંઘીજીની ઐતિહાસિક ધઘરોહર એવી ચિટ્ઠી,કપડા અને છેલ્લા ફોટોની થશે હરાજી

Social Share

દિલ્હી – બ્રિટનમાં મહાત્મા ગાંધી સાથે જોડાયેલી ઘણી વસ્તુઓની હરાજી થવા જઈ રહી છે. જેમાં ગાંધીજીના હાથે બનાવેલા કપડાં, લાકડાના ચપ્પલ અને ગાંધીજીની છેલ્લા ફોટોનો સમાવેશ થાય છે.

આ સાથે જ એવી આશા સેવાઈ રહી છે કે આ ઐતિહાસિક ધરોહરોની લગભગ પાંચ લાખ પાઉન્ડ એટલે કે 4.74 કરોડની કિંમતમાં હરાજી થઈ શકે છે. આ સંગ્રહમાં ગાંધીજી સાથે સંબંધિત કુલ 70 વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં સૌથી મહત્વપૂર્ણ છે તેમના દ્વારા બનાવેલા કપડાં, જેલમાં લખેલા તેમના પત્રો અને બે જોડી ચપ્પલ.

એક મીડિયા રિપોર્ટસ આ હજારાજી અંદાજે 5 કરોડની થી શકે છે.આ પહેલા સંસ્થાએ ગાંધીજીના ચશ્માની 2.46 કરોડ રૂપિયામાં હરાજી કરી હતી. હરાજી કરનાર એન્ડ્રુ સ્ટોવે જણાવ્યું હતું કે હરાજીમાં સમાવિષ્ટ કરવામાં આવેલી વસ્તુઓ અત્યાર સુધીની સૌથી મહત્વપૂર્ણ વસ્તુઓમાંની છે. વિશ્વના ઇતિહાસ માટે આ સંગ્રહ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આનાથી લોકોને આશ્ચર્ય થશે. સંગ્રહમાં ગાંધીજીનો એક ફોટો છે જે તેમના મૃત્યુ પહેલાનો છેલ્લો માનવામાં આવે છે.

ગાંઘીજીના છેલ્લા ફઓટો વિશે માનવામાં આવી રહ્યું છે કે  તેઓ મૃ્ત્યુ પામ્યા તે પહેલાનો આ છેલ્લો ફોટો છે. આ સાથે જ ગાંધીજી તેમના કપડાં ખાદીમાંથી બનાવતા હતા. એન્ડ્રુએ કહ્યું કે આ કપડા માત્ર ગાંધીજી પહેરતા ન હતા પરંતુ તેમના દ્વારા પણ બનાવવામાં આવ્યા હતા. તેઓ ખાદીને પશ્ચિમી સભ્યતા અને ભારતના પરંપરાગત વસ્ત્રોના વિરોધનું પ્રતીક માનતા હતા