અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થતા સરકારની ચિંતામાં વધારો થયો છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને આગોતરુ આયોજન કર્યું છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમજ હોસ્પિટલના સ્ટાફ અને સારવાર લઇ રહેલા દર્દીઓ સાથે વાતચીત કરી હતી.
આજે સવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.અહીં સારવાર લઇ રહેલા દર્દીઓ તેમજ હોસ્પિટલમાં કાર્યરત કર્મીઓ સાથે પણ સંવાદ કરી સાફ-સફાઇ,દવાઓ,દર્દીઓને અપાતી સુવિધાઓની માહિતી મેળવી હતી. pic.twitter.com/PUBqdP3kbs
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 27, 2021
સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમણે હોસ્પિટલના સ્ટાફ અને સારવાર લઇ રહેલા દર્દીઓ સાથે વાતચીત કરી હતી. દરમિયાન મુખ્યમંત્રીએ ટ્વિટમાં જણાવ્યુ હતુ કે, ‘આજે સવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.અહીં સારવાર લઇ રહેલા દર્દીઓ તેમજ હોસ્પિટલમાં કાર્યરત કર્મીઓ સાથે પણ સંવાદ કરી સાફ-સફાઇ, દવાઓ,દર્દીઓને અપાતી સુવિધાઓની માહિતી મેળવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના ડેલ્ટા અને ઓમિક્રોન વેરિએન્ટના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ અને સરકાર હરકતમાં આવી છે. તેમજ અમદાવાદ સહિત આઠ શહેરોમાં રાત્રિ કર્ફ્યુનો સમય વધારવામાં આવ્યો છે. આ ઉપરાંત હોસ્પિટલોમાં જરૂરી બેડ અને ઓક્સિજન સહિતની સુવિધાઓનું આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે.