1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓના આંદોલનને કોંગ્રેસે આપ્યુ સમર્થન
ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓના આંદોલનને કોંગ્રેસે આપ્યુ સમર્થન

ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓના આંદોલનને કોંગ્રેસે આપ્યુ સમર્થન

0
Social Share

ગાંધીનગરઃ મ્યુનિ. કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ પર કામ કરતા સફાઇ કર્મચારીઓની લડત છેલ્લા 66 દિવસથી ચાલી રહી છે. છતાં સરકાર કે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો મચક આપતા નથી. આથી હવે કોંગ્રેસે પણ સફાઈ કામદારોની લડતને ટેકો આપ્યો છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો સફાઈ કામદારોના પ્રશ્ને ગાંધીનગરમાં અનશન પર બેઠા હતા. અને આ પ્રશ્નને વિધાનસભામાં ઉઠાવવાની પણ ખાતરી આપવામાં આવી હતી.

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનના આઉટસોર્સિંગ સફાઈ કામદારો પોતાને કાયમી કરવાની માંગ સાથે અચોક્કસ મુદતની હડતાળ  પર ઉતર્યા છે. જેમાં 400 જેટલા સફાઈ કર્મચારીઓ જોડાયા છે. કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલું રહેશે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આંદોલન પર બેસેલા કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને પારણા કરાવ્યા હતા. જગદીશ ઠાકોરે કહ્યું,રાજ્યની 158 નગરપાલિકામાં કોંગ્રેસ ઉપવાસ આંદોલન કરશે. અને ગરીબોના હક માટે કોંગ્રેસ લડતી રહેશે.

ગુજરાત સફાઇ કામદાર મંડળના આઉટસોર્સિંગ કામદારોની વિવિધ પ્રકારની માંગણીઓ સાથે છેલ્લા 64 દિવસથી ગાંધૂનગરમાં ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. તેમ છતાં પણ સરકાર દ્વારા તેમની માગણીઓ સંતોષવામાં આવતી નથી. જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્યો ઋત્વિકભાઈ મકવાણા અને નવશાદભાઈ સોલંકી દ્વારા આ મામલે આઉટસોર્સિંગ કામદારોના હિતમાં ગાંધીનગર ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતુ. હાલ તો આ મામલે કોંગ્રેસ દ્વારા સરકાર પર ઉગ્ર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનના સફાઇ કર્મચારીઓ લડી લેવાના મુડમાં દેખાઇ રહ્યાં છે. છેલ્લા 66 દિવસથી  મ્યુનિ.કોર્પોરેશનના કર્મચારીઓનું આંદોલન યથાવત છે. પોતાને કાયમી કરવાની માંગ સાથે આઉટસોર્સિંગ સફાઈ કામદારો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code