ગાંધીનગરઃ રાજભવનમાં રંગોળીના રંગોમાં પથરાયો પ્રાકૃતિક ખેતીનો સંદેશ
ગાંધીનગરઃ દિવાળી અને નૂતન વર્ષના તહેવારોમાં રાજભવન રંગોળી અને રોશનીથી દીપી ઉઠ્યું છે. રાજભવનની રંગોળી શોભાની સાથો સાથ સંદેશો પણ આપે છે. લોકોના સ્વાસ્થ્ય, ખેડૂતોની સમૃદ્ધિ તથા હવા-પાણી અને જમીનની જાળવણી માટે ચિંતિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા સતત પ્રયત્નશીલ છે.
રાજભવનમાં વિશાળ રંગોળીના રંગોમાં ‘સ્વસ્થ ભવિષ્ય માટે પ્રાકૃતિક કૃષિ’નો સંદેશ પથરાયો છે. રાજ્યપાલે નવા વર્ષમાં પ્રાકૃતિક કૃષિ પેદાશોનો જ ઉપયોગ કરવાનો સંકલ્પ લેવા સૌને અનુરોધ કર્યો છે. દીપોત્સવની સંધ્યાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ આ રંગોળી પાસે દીવડા પ્રગટાવ્યા હતા.
tags:
Aajna Samachar Breaking News Gujarati Gandhinagar Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar In Raj Bhavan In the colors of Rangoli Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS Mota Banav News Article News Blog News in Gujarati News Live News Updates Popular News Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar scattered Taja Samachar The message of organic farming viral news