જાણીતી શૈક્ષણિક સંસ્થા NIMCJ માં ગણેશોત્સવની ઉજવણી
અમદાવાદઃ ગુજરાતમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, અમદાવાદ સહિત રાજ્યના વિવધ શહેરો અને નગરોમાં ઠેર-ઠેર વિશાળ પંડાલમાં તેમજ અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં ભગવાન વિઘ્નહર્તાની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત ભક્તો પણ પોતાના ઘરે ગજાનંન દાદાની સ્થાપના કરીનેશ્રદ્ધાભાવથી પૂજા-અર્ચના કરી રહ્યાં છે.
રાજ્યની જાણીતી શૈક્ષણિક સંસ્થા NIMCJ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા વાજતે ગાજતે ગણેશ સ્થાપન કરવામાં આવી છે. અહીં આ વર્ષની થીમ ચંદ્રયાન રાખવામાં આવી છે. આ વર્ષની અન્ય એક વિશેષતા એ છે કે, માટીની મૂર્તિ સંસ્થાની વિદ્યાર્થિનીએ જાતે બનાવેલી છે. આગામી 25 તારીખ સુધી સંસ્થા ગણેશોત્સવ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાશે.