લખનૌઃ-ઉમેશ હત્યાકાંડ કેસને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે માફિયા અતીક અને અશરફ અહેમદના એન્કાઉન્ટર બાદ હવે તેમના વકીલ વિજય મિશ્રાની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે.
પ્રરાપ્હીત વિગત પ્રમાણે વિતેલા દિવસને શનિવારે પ્રયાગરાજ પોલીસ અને લખનૌ STFએ માફિયા બ્રધર્સના વકીલ વિજય મિશ્રાની ધરપકડ કરી હતી. ચર્ચા પહેલા એવી હતી કે વિજય મિશ્રાની બિઝનેસમેન સઈદ અહેમદને ધમકી આપવા અને ત્રણ કરોડ રૂપિયાની ખંડણી માંગવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પરંતુ ધરપકડ બાદ પ્રયાગરાજ પોલીસે ઉમેશ પાલ હત્યા કેસમાં એડવોકેટ વિજય મિશ્રાની ધરપકડ કરવાનો ખુલાસો કરવામામ આવ્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે માફિયા અતીક અહેમદના વકીલ વિજય મિશ્રાની લખનૌથી ધરપકડ કર્યા બાદ પોલીસ તેને પ્રયાગરાજ લઈ ગઈ છે. ત્યાં વિજય મિશ્રાને જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કોર્ટમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. જિલ્લા કોર્ટનો મુખ્ય દરવાજો સાવચેતીના પગલારૂપે બંધ કરી દેવામાં આવ્યો હતો.
આ સહીત પ્રોડક્શન બાદ કોર્ટના આદેશ પર વિજય મિશ્રાને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર વિજય મિશ્રા ઉમેશ પાલ હત્યા કેસમાં પણ વોન્ટેડ હતો. ઉલ્લેખનીય છે ક કે વિજય મિશ્રાને શનિવારે રાત્રે લગભગ સવા દસ વાગ્યે પોલીસે લખનઉના વિભૂતિ ખંડમાં હોટેલ હયાત રિજન્સી નજીકથી મિત્રો સાથે ઠંડા પીણા પીતા પકડી લીધા હતા. ત્રણ વાહનોમાં આવેલા પોલીસકર્મીઓએ એડવોકેટ સાથે વાત કરી તેમને વાહનમાં બેસાડીને પોતાની સાથે લઈ ગયા હતા. એડવોકેટ વિજય મિશ્રાની ધરપકડ અંગે માહિતી આપતા પ્રયાગરાજ ડીસીપી એ જણાવ્યું કે એડવોકેટ વિજય મિશ્રા એડવોકેટ ઉમેશ પાલની હત્યા કેસમાં વોન્ટેડ હતા. તેમની ધરપકડ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.