Site icon Revoi.in

જખૌમાં 194 કરોડના ડ્રગ્સ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ધરપકડ, ચાર દિવસના રિમાન્ડ મંજુર

Social Share

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના જખૌ નજીક એક વર્ષ પહેલા ઝડપાયેલા રૂ. 194 કરોડના ડ્રગ્સના કેસમાં સંડોવાયેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની પોલીસે ટ્રાન્સફરવોરન્ટના આધારે ધરપકડ બાદ કોર્ટમાં રજુ કર્યાં હતા. તેમજ 14 રિમાન્ડની માંગણી કરી હતી. જો કે, કોર્ટે સુનાવણીના અંતે ચાર દિવસના રિમાન્ડ મંજુર રાખ્યાં હતા. આ કેસની તપાસ એનઆઈએને સોંપવામાં આવી છે. જેથી તપાસનીશ એજન્સીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગયા વર્ષે જખૌ નજીક દરિયામાંથી ગુજરાત એટીએસની ટીમે પાકિસ્તાની બોટ ઝડપી લીધી હતી. જેની તપાસ કરતા અંદરથી રૂ. 194 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. પોલીસે બોટમાં સવાર મોહમદ શફી સહિત પાંચેક પાકિસ્તાનીઓને ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં ચોંકાવનારા ખુલાસા થયાં હતા. ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા અબ્લુલ્લાએ બલુચિસ્તાનના દરિયાકાંઠેથી બોટમાં ભરાવ્યો હતો. આ ડ્રગ્સનો જથ્થો લોરેન્સ બિશ્નોઈ મંગાવ્યાનું ખુલ્યું હતું. લોરેન્સ બિશ્વોઈની સંડોવણી ખુલતા ગુજરાત એટીએસની ટીમે તેની કસ્ટડી મેળવી હતી. તેમજ કોર્ટમાં રજુ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. તપાસનીશ એજન્સીએ રિમાન્ડ દરમિયાન કોર્ટમાં જણાવ્યું હતું કે, આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ધરપકડ બાકી છે. તેમજ ડ્રગ્સ ક્યાં પહોંચાડવાનું હતું તે સહિત અનેક કેટલાક મહત્વના મદ્દાની તપાસ કરવાની છે. કોર્ટે રિમાન્ડ અરજીની સુનાવણી બાદ આરોપી લોરેન્સ બિશ્નોઈના ચાર દિવસના રિમાન્ડ મંજુર રાખ્યાં હતા. આરોપીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજુ કરવામાં આવશે. હવે તપાસનીશ એજન્સી આરોપીની ઉંડાણપૂર્વકની પૂછપરછ બાદ વધુ રિમાન્ડ અર્થે 28મી ઓગસ્ટના રોજ કોર્ટમાં રજુ કરશે.