Site icon Revoi.in

અમદાવાદમાં ત્રણ મહિના પહેલા જ લોકાર્પણ કરાયેલા SP રિંગ રોડ પરના સનાથલ બ્રિજ પર પડ્યા ગાબડાં

Social Share

અમદાવાદઃ શહેરના એસપી રિંગ રોડ પર ત્રણ મહિના પહેલાં જ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા ઉદઘાટન કરવામાં આવેલા સનાથલ ફલાય ઓવરબ્રિજમાં ગાબડાં પડતા તપાસના આદેશ અપાયા છે. સનાથલ બ્રિજ પર ગાબડાં પડવા ઉપરાંત રોડ પણ તૂટી ગયો છે. અને રેત-કાંકરીઓ પણ ખરી રહી છે. ઉદઘાટન કર્યાના માત્ર ત્રણ મહિનામાં જ બ્રિજમાં ગાબડાં પડતાં બ્રિજ બનાવનારી કંપની અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કંપની સામે સવાલ ઊભા થયા છે. ઔડા દ્વારા કોન્ટ્રાકટર કંપની અને પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ કંપનીને નોટિસ આપી ખુલાસો માગવામાં આવ્યો હતો. આ ઉપરાંત સમગ્ર બાબતની તપાસ સોંપવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદ- રાજકોટ હાઇવે પર આવેલા એસપી રિંગ રોડ પરના સનાથલ ચાર રસ્તા પાસે ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા ઔડા દ્વારા રૂ. 96 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો, જેનું માર્ચ 2023માં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. બ્રિજનું ઉદઘાટન કર્યાના માત્ર ત્રણ મહિનામાં જ મોટાં ગામડાં પડવાની શરૂઆત થઈ છે. બ્રિજ ઉપર ગાબડાં પડતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ગાબડાં પડ્યાં અંગેની જાણ થતાં તાત્કાલિક ધોરણે ઔડા દ્વારા કોન્ટ્રાક્ટર કંપનીને આ બાબતે જાણ કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટરના  ગાબડાં પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.બીજી બાજુ ઔડાએ ટ્રાન્સપોર્ટેશન વિભાગને તપાસ સોંપી હતી અને એનો રિપોર્ટ ઝડપી સોંપવા જણાવ્યું હતું.

અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA) ના સૂત્રોએ જણાવ્યું હતું કે, એસપી રિંગ રોડ પર નવા બનાવાયેલા સનાથલ ફલાય ઓવરબ્રિજ ઉપર જ્યારે વરસાદ પડ્યો ત્યારે વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થયો નહોતો, જેના કારણે પાણી ભરાઈ રહ્યું હતું અને એના પરથી ભારે વાહનો પસાર થયાં હતાં, જેથી બ્રિજ ઉપર ગાબડાં પડ્યાં છે. આ મામલે તાત્કાલિક કોન્ટ્રાક્ટર કંપનીને જાણ કરવામાં આવી હતી અને પુરાણ કરવામાં આવ્યું હતું. કોન્ટ્રેક્ટર કંપની તેમજ ઇએમપી કંપનીને નોટિસ ફટકારી ખુલાસો માગવામાં આવ્યો છે. વરસાદી પાણીનો નિકાલ માટે બનાવવામાં આવેલા વિપ હોલ્સમાં સફાઈ યોગ્ય રીતે ન થઈ હોવાથી અથવા તો ઓછા વિપ હોલ્સના કારણે પાણી ભરાઈ રહ્યું હતું, જેથી આ મામલે પણ જાણ કરવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ઔડા અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ફલાય ઓવરબ્રિજ અને રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ હવે બ્રિજ બનાવવામાં પણ ભ્રષ્ટાચાર થતો હોવાનું સામે આવી રહ્યું છે. સનાથલ ચાર રસ્તા પાસે ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા ઔડા દ્વારા સરદાર પટેલ રિંગ રોડ પર સનાથલ ફલાય ઓવરબ્રિજ રૂ. 96 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, જેનું માર્ચ 2023માં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. બ્રિજનું ઉદઘાટન કર્યાના માત્ર ત્રણ મહિનામાં જ મસ્ત મોટાં ગામડાં પડવાની શરૂઆત થઈ છે. બ્રિજ ઉપર ગાબડાં પડતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.