ગુજરાતના ગરબા’ને યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કરાયો
નવી દિલ્હીઃ કસાને, બોટ્સવાનામાં 5થી 9 ડિસેમ્બર, 2023 સુધી અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા માટે આંતરસરકારી સમિતિની 18મી બેઠક દરમિયાન અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા માટે 2003ના સંમેલનની જોગવાઇઓ હેઠળ યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા (આઇસીએચ)ની પ્રતિનિધિ યાદીમાં ‘ગુજરાતના ગરબા’ને અંકિત કરવામાં આવ્યા છે. ગુજરાતના ગરબા એ આ સૂચિમાં જોડાનાર ભારતનું 15મુ આઈ.સી.એચ. તત્વ છે. આ શિલાલેખ ગરબાની એકતાના બળ તરીકેની મુખ્ય ભૂમિકાને રેખાંકિત કરે છે જે સામાજિક અને લિંગ સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપે છે. નૃત્યના સ્વરૂપ તરીકે ગરબા ધાર્મિક વિધિઓ અને ભક્તિના મૂળમાં ઊંડે સુધી પથરાયેલા છે, જેમાં જીવનના દરેક ક્ષેત્રના લોકો સામેલ છે અને તે સમુદાયોને એક સાથે લાવવાની જીવંત જીવનશૈલીની પરંપરા તરીકે સમૃદ્ધ થઈ રહી છે.
Congratulations India 🇮🇳
A moment of profound national pride as 'Garba of Gujarat' is inscribed in UNESCO's Representative List of Intangible Cultural Heritage (ICH) of Humanity. This marks the 15th ICH element from India to achieve this prestigious recognition.
Garba, a… pic.twitter.com/AyBV4Bg2dk
— G Kishan Reddy (@kishanreddybjp) December 6, 2023
પૂર્વોત્તર ક્ષેત્રનાં કેન્દ્રીય સાંસ્કૃતિક, પ્રવાસન અને વિકાસ મંત્રી જી. કિશન રેડ્ડીએ એક X પોસ્ટમાં કહ્યું હતું કે, આ યાદી PM નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકારનાં વિશ્વ સમક્ષ આપણી સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરાઓ અને વારસાને પ્રદર્શિત કરવા માટેનાં અથાગ પ્રયાસોનો પુરાવો છે. 2003ના કન્વેન્શનની મૂલ્યાંકન સંસ્થાએ આ વર્ષે તેના અહેવાલમાં ઉત્કૃષ્ટ સહાયક સામગ્રી સાથેના ડોઝિયર માટે અને વિવિધતામાં એકતાને ચેમ્પિયન બને અને વિવિધ સમુદાયો વચ્ચે સામાજિક સમાનતા કેળવે તેવા તત્ત્વને નોમિનેટ કરવા બદલ ભારતની પ્રશંસા કરી હતી. યુનેસ્કોની આ સ્વીકૃતિ ગુજરાતમાંથી અમૂર્ત સાંસ્કૃતિક વારસાના તત્ત્વને અંકિત કરે છે, ગરબા તેની વૈશ્વિક દૃશ્યતા અને અધિકૃત સત્ત્વમાં નોંધપાત્ર વધારો કરશે. કેટલાંક સભ્ય દેશોએ આ સિદ્ધિ બદલ ભારતને અભિનંદન આપ્યાં હતાં. આ નોંધપાત્ર પ્રસંગની ઉજવણી માટે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સના 8 ડાન્સર્સની ટુકડીએ સભા સ્થળે ગરબા ડાન્સ ફોર્મનું પ્રદર્શન કર્યું હતું. ભારતમાં, ગુજરાત સરકાર આ સીમાચિહ્નને ઉજવવા માટે ગુજરાતના જિલ્લાઓમાં અનેક ક્યુરેટેડ ‘ગરબા’ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે.
યુનેસ્કો 2003 કન્વેન્શન હેઠળ લિસ્ટિંગ મિકેનિઝમનો ઉદ્દેશ અમૂર્ત સાંસ્કૃતિક વારસાની દૃશ્યતા વધારવાનો, તેના મહત્વ અંગે જાગૃતિ લાવવાનો અને સાંસ્કૃતિક વિવિધતાને માન આપતા સંવાદને પ્રોત્સાહન આપવાનો છે. ભારતને 4 વર્ષના કાર્યકાળ માટે વર્ષ 2022માં આઇસીએચ 2003 સંમેલનની 24 સભ્યોની આંતર-સરકારી સમિતિ (આઇજીસી)માં સામેલ થવા માટે ચૂંટવામાં આવ્યું હતું. ભારતની સાથે આ વર્ષની ઇન્ટરગવર્નમેન્ટલ કમિટી (આઇજીસી)માં અંગોલા, બાંગ્લાદેશ, બોટ્સવાના, બ્રાઝિલ, બુર્કિના ફાસો, કોટ ડી’આઇવોઇર, ચેકિયા, ઇથોપિયા, જર્મની, મલેશિયા, મૌરિટાનિયા, મોરોક્કો, પનામા, પેરાગ્વે, પેરુ, રિપબ્લિક ઓફ કોરિયા, રવાન્ડા, સાઉદી અરેબિયા, સ્લોવેકિયા, સ્વીડન, સ્વિટ્ઝર્લેન્ડ, ઉઝબેકિસ્તાન અને વિયેતનામનો સમાવેશ થાય છે.