પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં આવેલી મોડેલ શાળાની કન્યા છાત્રાલયની પાછળ કચરાના ઢગલાઓ ખડકાયા છે. જેથી અભ્યાસ કરતા અને છાત્રાલયમાં રહેતા બાળકોને કોઈ બીમારી થવાની સંભાવના વધી છે. છતાં તંત્રના આંખ આડા કાન કરી રહ્યું છે વહેલી તકે કચરાના ઢગલાઓ હટાવી લેવા લોક માંગ ઉઠી છે. આ અંગે રજુઆતો પણ કરવામાં આવી છે, છતાં કોઈ સાંભળતુ નથી.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં મોડેલ શાળા આવેલી છે જ્યાં મોડેલ ઉપરાંત નિવાસી શાળાઓ પણ એક કમ્પાઉન્ડમાં આવેલી છે, મોડેલ શાળાના છાત્રાલય પાછળ જ ઘણા સમયથી કચરાના ઢગલાઓ પડેલા છે. જેથી છાત્રાલયમા રહેતી બાળાઓને કોઈ મોટી બીમારી થવાનો ભય સતાવી રહ્યો છે. મોડેલ શાળાઓ માટે બાળકોને પૂરતું અને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળી રહે એ માટે સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે. ભણતરથી લઈને ગણવેશ અને ભોજન પણ આપી રહી છે, મોડેલ શાળાઓનું સંચાલન જિલ્લા મથકેથી કરવામાં આવે છે. અમીરગઢમાં મોડેલ શાળામાં મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ નો લાભ લઈ રહ્યા છે પરંતુ મોડેલ શાળાના કમ્પાઉન્ડમાં જ આવેલી કન્યા છાત્રાલયની પાછળ ગંદગી ના ઢગલાંઓ ખડકાયેલા છે જેમાંથી સમય જતાં મહામારી ફેલાવાનો ભય રહે છે અમીરગઢ ના સ્થાનિક લોકોને પણ આવા ગંદગીથી બાળકોના આરોગ્ય ને જોખમ રહેવાનો ભય સતાવી રહ્યો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમીરગઢમાં મોડેલ શાળા ઉપરાંત વિરમપુર અને જેથી જેવી નિવાસી શાળાઓ પણ એક જ કેમ્પસમાં આવેલી છે, નિવાસી શાળામાં મોટી સંખ્યામાં બાળકો રહે છે, જો ગંદગીથી કોઈ બીમારી થાય તો બાળકો નું આરોગ્ય ઉપર જોખમ આવે તેમાં કોઈ બેમત નથી માટે આ શિક્ષણ સંકુલથી ગંદગી દૂર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.