Site icon Revoi.in

અમદાવાદમાં પીરાણા ડમ્પિંગ સાઇટ પર કચરાનો ડુંગર હટાવવાનું કામ 24 ટકા પૂર્ણ કરાયું

Social Share

અમદાવાદ :  શહેરના પીરાણા ડમ્પિંગ સાઇટ પર રહેલા કચરાના ડુંગરો છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પીરાણા ડમ્પિંગ સાઇટ પર રહેલા કચરાના ડુંગરને દૂર કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. છેલ્લા દોઢ વર્ષમાં 24 ટકા જગ્યા પર રહેલો કચરો પ્રોસેસ કરી જગ્યા ખાલી કરી દેવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં પીરાણા ખાતે 85 એકરમાં કચરાના ડુંગર છે. છેલ્લા ચાર દાયકાથી શહેરનો 1 કરોડ 25 લાખ મેટ્રીક ટન કરતા વધુ કચરાનો ડુંગર અહીં જામ્યો છે. 85 એકર પૈકી 19 એકર જમીનમાંથી કચરો સાફ કરાયો છે. હાલ મ્યનિના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા 100 ટકા પૈકી 24 ટકા કામ દોઢ વર્ષમાં પૂર્ણ કરાયું છે. 1 કરોડ 25 લાખ મેટ્રીક ટન કચરામાંથી 33 લાખ મેટ્રીક ટન કચરાની પ્રોસેસ કરી સાઇટ પરથી દૂર કરાયો છે.

પીરાણા ડમ્પિંગ સાઇટ પર 40 ટ્રોમિલ મશીન 300 મેટ્રીક ટન ક્ષમતા અને 5 મશીન 1000 મેટ્રીક ટન ક્ષમતાના મુકવામા આવ્યા છે. જે ટ્રોમિલ મશીનો દ્વારા સરેરાશ દરરોજ 15 હજાર મેટ્રીક ટન કચરાનો નિકાલ કરાય છે. આ ઉપરાત દરરોજ સરેરાશ 4000થી 4500 મેટ્રીક ટન કચરાનું ડોર ટુ ડોરથી કલેક્શન કરવામાં આવે છે .

સમગ્ર દેશમાં અમદાવાદ મહાનગર પાલિકાની કામગીરીની એનજીટીએ પ્રસંસા કરી છે. આગામી ત્રણ વર્ષમાં પીરાણાના ત્રણેય ઢગલા દુર કરાશે. વર્ષ 2019માં કચરાના બાયોમાઇનિંગ પ્રોસિસગ માટે ટ્રોમિલ મશીન મુકાયા હતા. 50 મીટરથી વધુ હાઇટના બે ડુંગર અને એક નાના ડુંગરમાંથી 19 એકર જમીન પરથી કચરો દૂર કરાયો છે.

નોંધનીય છે કે ચાર દાયકામાં એએમસીએ કચરો અલગ કરવાથી લઇને ખાતર બનાવવાના અને વીજળી પેદા કરવા સુધીના અનેક પ્રોજેકટના નામે એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયા અત્યાર સુધી ચુકવી દેવામાં આવ્યા છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે મ્યુનિ.ને આપેલી ડેડલાઈન અગાઉ પુરી થતા મ્યુનિ.એ આ મુદતમાં વધારો માંગતા વર્ષ-2022 સુધીની મુદ્દત વધારી આપવામાં આવી છે.