અમદાવાદ: શહેરમાં વેક્સિનેશન અભિયાન વધુ તેજ બનાવવામાં આવ્યું છે. હવે શહેરના જાહેર સ્થળોએ પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અને જે લોકોએ વેક્સિન ન લીધી હોય તેવા લોકોને સ્થળ પર જ વેક્સિન આપવામાં આવી રહી છે. શહેરમાં બાદ-બગીચાઓ અને જાહેર પરિવહનની બસ સેવામાં નો વેક્સિન નો એન્ટ્રી અભિયાનનો પ્રારંભ કરાયો છે. અમદાવાદ મહાનગર પાલિકાએ એએમટીએસ, બીઆરટીએસ, ગાર્ડન અને મહાનગર પાલિકાની ઓફિસ ખાતે વહેલી સવારથી ચેકીંગ હાથ ધર્યું હતું. જે વ્યક્તિ બસમાં મુસાફરી કરવી હોય કે ગાર્ડનમાં પ્રવેશ અથવા એએમસી બિલ્ડીગમાં પ્રવેશ પહેલા કોરોના વેક્સિન સર્ટિફિકેટ બતાવું ફરજીયાત રહેશે. જો વેક્સિન નહી લીધી હોય તે કર્મચારી કે અન્ય વ્યક્તિને સ્થળ પર જ વેકિસન અપાશે.
અમદાવાદ શહેરમાં આવેલા 283 ગાર્ડનમાં સવારથી જ ગાર્ડન વિભાગની ટીમ પહોંચી હતી . જે વ્યક્તિ કોરોના વેકિસન સર્ટિફિકેટ બતાવશે . તે જ વ્યક્તિ પ્રવેશ અપાઇ રહ્યો છે . તેમજ કેટલાક લોકો મોબાઇલ સાથે ન લાવ્યા હોય કે પછી વેક્સિન લીધાના કોઇ પુરાવા ન અપાતા તેઓને પ્રવેશ અપાયા નહતા.
બીઆરટીએસ જનરલ મેનેજર વિશાલ ખન્નામાએ જણાવ્યુ હતુ કે, શહેરમાં 163 બીઆરટીએસ સ્ટેશન પર સિક્યુરટી ગાર્ડ , બીઆરટીએસ સ્ટાફ ચેકીંગ કરી રહ્યા છે . એએમસી કમિશનર મુકેશ કુમાર દ્વારા સરક્યુલર કરવામાં આવ્યો છે જેનો અમલ સવારથી કરવામાં આવી રહ્યો છે . 15 થી વધુ બીઆરટીએસ સ્ટેશન પર વેકિસન કેમ્પ પણ શરૂ કરાયો છે . એએમટીએસ ડેપ્યુટી જનરલ મેનેજર આર એલ પાંડે જણાવ્યુ હતું કે, એએસટીએસમી 600 બસ આજે ઓન રોડ મુકાઇ છે . બસ સ્ટેશન પર હોર્ડિગ મારી દેવાયા છે . નો વેકિસન નો એન્ટ્રી . તેમજ દરેક બસ દીઠ એક સ્ટાફ મુકાયો છે તે ચેકીંગ હાથ ધરશે . તેમજ મુખ્ય બસ ટર્મિનલ પર જ સ્ટાફ ચેકીંગ કરી રહ્યો છે. તેમજ વેક્સિન ન લીધી હોય તેઓને ત્યા સ્થળ પર જ વેકિસન અપાઇ રહી છે. બહારથી આવતા પ્રવાસીઓ ચોક્કસ એક પરેશાન થશે. પરંતુ આ અભિયાનથી લોકો વક્સિન મેળવી લે તે પ્રયાસ છે.