Site icon Revoi.in

સુરતના માંગરોડમાં ડુક્કરના શિકાર માટે ગોઠલેલો લસણિયો બોમ્બ ફાટ્યો, મહિલા અને બાળક ઘાયલ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતો પોતાના ખેતરમાં પાકને પશુઓથી બચાવવા માટે તારમાં કરંટ પાસ કરવા સહિતની ગેરકાયદે પ્રવૃતિ આચરે છે, દરમિયાન દક્ષિણ ગુજરાતના માંગરોળમાં લસણીયો બોમ્બ ફાટવાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતા. આ દૂર્ઘટનામાં એક મહિલા અને બાળક ઈજાગ્રસ્ત થતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર માંગરોળના વડ ગામમાં એક ખેતરમાં મહિલા બાજરો કાપવા ગઈ હતી. દરમિયાન ખેડૂતે પોતાના પાકને કુડ્ડરથી બચાવવા માટે કેટલીક જગ્યાએ લસણીયા બોમ્બ પ્લાન્ટ કર્યાં હતા. દરમિયાન મહિલાના હાથમાં લસણીયો બૉમ્બ ફૂટતાં નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં મહિલા અને 9 વર્ષીય બાળક ઇજાગ્રસ્ત થયો હતો. અહીં ડુક્કરનો શિકાર માટે બિનઅધિકૃત રીતે જોખમી બૉમ્બનો ઉપયોગ થતો હોવાનું સામે આવતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું.

બોમ્બ બ્લાસ્ટની આ ઘટનામાં મહિલા અને બાળકને ઈજા થતા તેમને સારવાર અર્થે ઝંખવાવ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.