Site icon Revoi.in

ગરવી ગુજરાત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનનો આગામી 1 ઓક્ટોબરથી પ્રારભ થશે

Social Share

અમદાવાદઃ ગરવી ગુજરાત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનનો આગામી 1 ઓક્ટોબરથી પ્રારભ થશે. આ ટ્રેન દિલ્હીથી અમદાવાદ આવવા રવાના થશે. આ સુવિધા શરૂ થવાથી પ્રવાસીઓ ગુજરાતના મુખ્ય આધ્યાત્મિક અને વારસાના સ્થળોની મુલાકાત સરળતાથી લઈ શકશે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેનના રૂટમાં પ્રથમ વખત વડનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જેમાં કીર્તિ તોરણ, હાટકેશ્વર મંદિર અને રેલ્વે સ્ટેશન પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણના કેન્દ્ર બની રહેશે. દેશવાસીઓને ભવ્ય ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વારસા સ્થળોની મુલાકત લઈ શકે તેવા ઉદ્દેશ્ય સાથે ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા આ ટ્રેનનું સંચાલન કરવામાં આવી રહયું છે.

ટ્રેનમાં AC-1, AC-2 અને AC-3 કેટેગરીના કોચમાં 150 પ્રવાસીઓ મુસાફરી કરી શકશે.હાલ 24 રાજ્યોમાં 180 થી વધુ ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનો ચલાવવામાં આવી છે.