Site icon Revoi.in

બનાસકાંઠામાં બાયોગેસ કુવામાં ગેસ ગળતરઃ સફાઈ કરવા ઉતરેલી બે વ્યક્તિનું મોત

Social Share

અમદાવાદઃ બનાસકાંઠાના મોટા જામપુર ગામમાં એક ખેતરમાં રહેલા બાયોગેસ કુવામાં સાફ સફાઈ કરવા ખેતરના માલિકનો પુત્ર અને તેમનો ભાગીદાર ઉતર્યાં હતા. દરમિયાન ગેસ ગળતર થતા બે વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે ચાર વ્યક્તિઓને અસર થઈ હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોટા જામપુર ખાતે રગનાથભાઇ ચૌધરીએ તેમના ખેતરમાં બાયોગેસ પ્લાન્ટ બનાવ્યો છે. તેમનો પુત્ર આનંદ ચૌધરી આ બાયોગેસના કુવામાં સફાઈ માટે ઉતાર્યો હતો. તે સમયે ગેસ ગળતર થતાં ગૂંગળામણના કારણે તેનું કૂવામાં જ મોત નીપજ્યું હતુ. આનંદ ચૌધરી મોડે સુધી બહાર નહીં આવતા ભાગીદાર સુંધાજી ઠાકોર પણ કૂવામાં ઉતર્યા હતા. તેમનું પણ બાયોગેસનાં કૂવામાં ગૂંગળામણથી મોત થયું હતું. કલાકો સુધી આ બંને બહાર ન આવતા આખરે આજુબાજુના લોકો પણ તેમને જોવા માટે કૂવામા ઉતર્યા હતા. જેથી ગેસ ગળતરના કારણે અન્ય 4 લોકો પણ અસરગ્રસ્ત થયા હતા.

આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો અને શિહોરી પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહને બહાર કઢાવીને પીએમ પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી. જ્યારે અન્ય ચાર ઇજાગ્રસ્ત અસરગ્રસ્ત લોકોને સારવાર માટે રાધનપુર ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.