- ગેસ ગળતરની ધટનામાં બે વ્યક્તિને અસર
- બંને અસરગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયાં
- સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી
રાજકોટઃ મોરબીના હળવદમાં કુવો ગાળવાની કામગીરી દરમિયાન ગેસ ગળતરની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે બે વ્યક્તિને અસર થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીમાં હળવદના ટીકર રણમાં કૂવો ગાળતી વેળાએ ગેસ ગળતર થતાં એક અગરિયાનું મોત થયું. જ્યારે બે અગરિયાઓને અસર થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. હાલ અગરિયાઓમાં કૂવા ગાળવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ગુરૂવારે તાલુકાના ટિકર(રણ) ગામે અગરિયા પરિવારો ત્યાંરે કૂવો ગાળતી વેળાએ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ગેસ ગળતર થતાએક અગરિયાનું મોત થયું. જ્યારે બે અગરિયાઓને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. આ બન્ને ઇજાગ્રસ્તોને હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડાતા તેઓની સારવાર બાદ વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.