- 23 એપ્રિલના રોજ લેવાનારી GAT-B/BET 2023 પરીક્ષા મોકૂફ
- હવે 13 મેના રોજ લેવાએ આ તમામ પરિક્ષાઓ
દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મ પરિક્ષાઓની તૈયારીઓ કરી રહ્યા છએ આ વચ્ચે 23 એપ્રિલના રોજ GAT-B/BET ની પરિક્ષઆઓની તારીખ નક્કી કરવામાં આવી હતી જો કે હવે આ તારીખએ લાવાનારી પરિક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે અને પરિક્ષાઓની નવી તારીખો પણ જાહેર કરાવામાં આવી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ- બાયોટેકનોલોજી (GAT-B) / બાયોટેક્નોલોજી એલિજિબિલિટી ટેસ્ટ (BET) 2023 માટેની પરીક્ષાની તારીખો બદલી છે. ઉમેદવારો અધિકૃત વેબસાઇટ dbt.nta.ac.in પર પરીક્ષાની સૂચના જોઈ શકે છે જેમા નવી તારીખો જાહેર કરવામાં આવી છે.
આ સાથએ જ 23 અપિલના રોજ યોજાનારી પરિક્ષાઓ હવે મે માં લેવાનું નક્કી કરાયું છએ જે પ્રમાણે પ્રાદેશિક કેન્દ્ર ફોર બાયોટેક્નોલોજી સાથે પરામર્શમાં, NTA એ 13મી મે અને શનિવાર)ના રોજ GAT-B/BET 2023 ને ફરીથી શેડ્યૂલ કર્યું છે.
આ પરીક્ષા 3 કલાકની અવધિ સાથે કમ્પ્યુટર આધારિત પરીક્ષા હશે. ગેટ-બીનું પેપર સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 12 સુધી આપવાનું રહે છે જ્યારે બીઇટીનું પેપર બપોરે 3 થી 6 દરમિયાન લેવામાં આવશે. સિટી ઇન્ફોર્મેશન સ્લિપ અને એડમિટ કાર્ડ રોલ નંબર અને પરીક્ષા કેન્દ્ર ડાઉનલોડ કરવા માટેની તારીખો પરીક્ષા આયોજિત થવાના થોડા સમય પહેલા જ જારી કરવામાં આવશે.