બ્રાઝિલના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંઘીને શ્રદ્ધાંજલી આપતા વખતે થયા ભાવૂક – કહ્યું ‘મારા જીવનમાં તેમનું ઘણુ મહત્વ છે’
દિલ્હીઃ- ગઈકાલ અને આજે બે દિવસ ભારત દ્રારા જી 20 સમિય દિલ્હી ખાતે યોજાઈ હતી જેમાં વિશઅવભરના નેતાઓ હાજર રહ્યા હતા અનેક નેતાઓ એ મહાત્મા ગાંઘીને શ્રદ્ધાજંલી આપી હતી જેમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઇનાસિયો લુલા દા સિલ્વાએ કહ્યું કે જ્યારે તેઓ દિલ્હીના રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા ગયા ત્યારે તેઓ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીનું તેમના રાજકીય જીવનમાં ઘણું મહત્વ છે.
માહિતી પ્રમાણે જી 20ના પ્રેસિડેન્સીના સમાપન સત્રમાં તેમની ટિપ્પણીમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિએ કહ્યું, “હું વડાપ્રધાન મોદીને કહેવા માંગુ છું કે જ્યારે હું મારા પ્રિય ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા ગયો ત્યારે હું અંગત રીતે ખૂબ જ ભાવુક બની ગયો હતો. દરેક વ્યક્તિ મારી રાજકીય કારકિર્દી જાણે છે. ભારતમાં મહાત્મા ગાંધીનું ખૂબ મહત્વ છે કારણ કે અહિંસા માટેનો તેમનો સંઘર્ષ એ આદર્શ છે જેનું મેં ઘણા દાયકાઓ સુધી પાલન કર્યું જ્યારે હું મજૂર આંદોલનમાં હતો. તેથી જ હું ખૂબ જ પ્રભાવિત અને લાગણીશીલ છું.
ઇનાસિયો લુલા દા સિલ્વાએ રવિવારે G20 સમિટનું આયોજન કરવા બદલ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. તેમણે જૂથના તેમના દેશના પ્રમુખપદ હેઠળ ત્રણ પ્રાથમિકતાઓ નક્કી કરી. બ્રાઝિલના રાષ્ટ્રપતિએ કહ્યું કે આમાં સામાજિક સમાવેશ અને ભૂખ સામેની લડાઈ, ઊર્જા સંક્રમણ, ટકાઉ વિકાસ અને વૈશ્વિક શાસન સંસ્થાઓના સુધારાનો સમાવેશ થાય છે.
તેમણે આ નિવેદન ત્યારે આપ્યું જ્યારે તેમણે અને G20માં હાજરી આપી રહેલા અન્ય વિશ્વ નેતાઓએ રવિવારે સવારે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.એટલું જ નહી વઘુમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિે એમ પણ કહ્યું કે “હું તમને બધાને કહેવા માંગુ છું કે બ્રાઝિલ જી 20 ની અધ્યક્ષતા કરશે અને અમે ઓછામાં ઓછું એવું જ કંઈક કરવાનો પ્રયાસ કરીશું જે ભારતમાં અમારા ભાઈ-બહેનોએ કર્યું છે.”