અમદાવાદઃ ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટે બાળકોની ઉંમર નક્કી કરવામાં આવી છે. અને 6 વર્ષ સુધીના બાળકો માટે બાલવાટિકા શરૂ કરવામાં આવી છે. બાલવાટિકા માટે જીસીઈઆરટી દ્વારા જે અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. તે નવી શિક્ષણ નીતિને અનુરૂપ નથી. આથી રાજ્ય શાળા સંચાલક મંડળે પ્રાથમિક શિક્ષણ નિયામકને પત્ર લખીને બાલવાટિકાના અભ્યાસક્રમમાં ફેરફાર કરવાની માગ કરી છે.
જીસીઈઆરટી દ્વારા બાલવાટિકાનો જે અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. જે નવી શિક્ષ્ણ નીતિને અનુરૂપ નથી એવું શાળા શાળા સંચાલકોનું માનવું છે. શાળા સંચાલકોએ પ્રાથમિક નિયામકને પત્ર લખીને અભ્યાસક્રમમાં ફેરફાર રજુઆત કરી છે. આગામી 13 જૂને સત્ર શરૂ થાય તે અગાઉ જ અભ્યાસક્રમમાં ફેરફાર કરી સુધારેલો અભ્યાસક્રમ આપવા માગણી કરી છે.
રાજ્ય શાળા સંચાલક મંડળે પ્રાથમિક શિક્ષણ નિયામકને પત્ર લખીને એવી રજુઆત કરી હતી કે, જીસીઈઆરટી ગાંધીનગર દ્વારા બાલવાટિકા માટે અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. જેની ઝીણવટ ભરી તપાસ કરતા નવી શિક્ષણનીતિની માર્ગદર્શિકા મુજબ અભ્યાસક્રમ તૈયાર ન કરવામાં આવ્યો હોવાનું જણાય છે. નવી શિક્ષણનીતિમાં પ્રારંભિક શિક્ષણ એટલે કે પ્રથમ તબક્કાના પાંચ વર્ષ અને ત્યાર બાદના ત્રણ વર્ષ એમ કુલ આઠ વર્ષ બાળકને માતૃભાષા અથવા સ્થાનિક ભાષામાં શિક્ષણ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે નવા સિલેબર્સ નવી શિક્ષણ નીતિ મુજબ તૈયાર કરાયો નથી. પ્રથમ ભાષા અંગ્રેજી, બીજી ભાષા હિન્દી જ્યારે ત્રીજી ભાષા ગુજરાતી વિષયને ગણવાની રહે છે. તેને બદલે ગુજરાતી વિષયને વધુ પ્રાધાન્ય આપવામાં આવેલ છે. જે જોતા GCERT દ્વારા તૈયાર કરવામાં આવેલ અભ્યાસક્રમની પૂર્ણ સમીક્ષા તાત્કાલિક ધોરણે થાય તે ખૂબ જરૂરી છે. જૂન 13થી નવું શૈક્ષણિક ક્ષત્ર શરૂ થાય તે પહેલા બાલવાટિકાના અભ્યાસક્રમને સુધારીને રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓને સમયસર નવો સુધારેલો અભ્યાસક્રમ આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. (File photo)