1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જીસીઈઆરટી દ્વારા ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ વિષય અંતર્ગત પ્રદર્શનો યોજાશે

જીસીઈઆરટી દ્વારા ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ વિષય અંતર્ગત પ્રદર્શનો યોજાશે

0
Social Share

ગાંધીનગરઃ  રાજ્યભરમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ વિષયો અંતર્ગત વિવિધ કક્ષાએ પ્રદર્શનો યોજાશે. આ પ્રદર્શનો શાળા, સીઆરસી, બીઆરસી, એસવીએસ, જિલ્લા કક્ષા અને રાજ્યકક્ષાએ યોજવા તબક્કાવાર આયોજન કરાયું છે. શાળાના વિદ્યાર્થીઓ આ વિષયો પર મોડલ નિર્માણ કરે તે જરૂરી છે. તેમ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જીસીઈઆરટી), ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યભરમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ વિષયો અંતર્ગત વિવિધ કક્ષાએ પ્રદર્શનો યોજાશે. પ્રદર્શનો અંતર્ગત મુખ્ય વિષયો અને તેના પેટા વિષયો મુજબ મોડલ નિર્માણ કરવાનું રહેશે. જેની મુખ્ય થીમ (વિષય) ‘ટેકનોલૉજી અને રમકડાં (Technology and Toys)’ છે. જ્યારે તેના પેટા વિષયોમાં 1) માહિતી અને પ્રત્યાન ટેકનોલોજીમાં ઉન્નતિ/નાવીન્ય (Advancement in Information & Communication Technology), 2A) ઇકો ફ્રેન્ડલી સામગ્રી (Eco Friendly Material) 2B) પર્યાવરણ સંબંધિત ચિંતા (Environmental Concern), 3) સ્વાસ્થ્ય અને સ્વચ્છતા (Health and Cleanliness), 4) પરિવહન અને નાવીન્ય (Transport and Innovation), 5A) વર્તમાન નાવીન્ય દ્વારા ઐતિહાસિક વિકાસ (Historical Development with Current Innovation), 5B) આપણા માટે ગણિત (Mathematics for Us)નો સમાવેશ થાય છે.  આ ઉપરાંત ‘ટકાઉ ભવિષ્ય માટે વૈજ્ઞાનિક નાવીન્ય (Scientific Innovation for Sustainable future)’ અંતર્ગત એક દિવસીય સેમિનાર પણ યોજાશે. વિદ્યાર્થીઓમાં ગણિત, પર્યાવરણ. અને વિજ્ઞાનના વિષયમાં ઋચિ વધે તે માટે આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.(file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code