- કોરોનાની જંગમાં વધુ એક વેક્સિનનો થશે સમાવેશ
- ડીસીજીઆઈએ સ્પુતનિક લાઈટ વેક્સિનને આપી મંજૂરી
દિલ્હીઃ- જ્યા દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર વર્તાઈ રહી છે ત્યા બીજી તરફ રસીકરણ પણ ઝડપી ચાલી રહ્યું છે ત્યારે હવે કોરોનાની જંગમાં વધુ એકસ વેક્સિનનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.ભારતમાં કોરોના કેસ ખૂબ જ ચિંતાજનક સ્થિતિમાં છે. તે જ સમયે,. ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલની વિષય નિષ્ણાત સમિતિએ રશિયાની સ્પુટનિક લાઇટ વન-શોટ કોરોના રસીને મંજૂરી આપી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં 168.47 કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 55 લાખ,58 હજાર 760 લોકોને રસી આપવામાં આવી હતી.
તો બીજી તરફ વિકતેલા દિવસને શુક્રવારે દેશમાં 1.49 લાખ નવા કોરોના દર્દીઓ સામે આવ્યા છે. આ સંખ્યા ગુરુવાર કરતા 13 ટકા ઓછી છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખ 46 હજાર 674 લોકો સાજા પણ થયા છે.