દિલ્હીઃ- ભારતમાં અનેક સંસાઘનોનું ઉત્પાદન થઈ રહ્યું છે ત્યારે હવે ભારતમાં જ GE F-414 ફાઇટર જેટ એન્જિનનું પણ ઉત્પાદન કરવાનો માગ્ર મોકળો થયો છે આ બાબતે યુએસ કોંગ્રેસ દ્વારા આ ડિલ મંજૂરી મળી ચૂકી છે.
પ્રાપ્ત વિગત અનુસાર યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા કોંગ્રેસે ભારત-યુએસ ફાઇટર જેટ એન્જિન કરારને મંજૂરી આપી દીધી છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડઅને GE એરોસ્પેસ વચ્ચે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે જેમાં અભૂતપૂર્વ ટેક્નોલોજી ટ્રાન્સફર, ભારતમાં જેટ એન્જિનનું ઉત્પાદન અને લાઇસન્સિંગ વ્યવસ્થાનો સમાવેશ થાય છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન આવતા મહિને સપ્ટેમ્બરમાં યોજાનારી G-20 સમિટ માટે ભારતની મુલાકાતે જવાના છે. આ દરમિયાન આ સમજૂતીને આગળ લઈ જવા માટેના આગામી પગલાં અંગે ચર્ચા થવાની અપેક્ષા છે.
રિપોર્ટ પ્રમાણે કેપિટોલ હિલ ખાતેના વિકાસથી પરિચિત વ્યક્તિએ કહ્યું, “તે કાયદાકીય બાજુથી સ્પષ્ટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા જ આ ડીલને મંજૂરી આપવામાં આવી હતી. પ્રક્રિયા મુજબ, રાજ્ય વિભાગે 28 જુલાઈના રોજ ગૃહ અને સેનેટની વિદેશી સંબંધો સમિતિઓને જાણ કરી હતી. જો નોટિફિકેશનના 30 દિવસની અંદર કોઈ કૉંગ્રેસના પ્રતિનિધિ અથવા સેનેટને વાંધો ન હોય, તો તેને સંમતિ ગણવામાં આવે છે. જેથી હવે આ ડિલ મંજુર થઈ ચૂકી છે અત્યાર સુઘી આ ડિલ સામે કોઈ વાંધો આવ્યો નથી.