1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દેશભરના કિન્નરોનું વિશ્વશાંતિ માટે જામનગરમાં મહાસંમેલન, 5000 કિન્નરો ઉમટી પડ્યાં
દેશભરના કિન્નરોનું વિશ્વશાંતિ માટે જામનગરમાં મહાસંમેલન, 5000 કિન્નરો ઉમટી પડ્યાં

દેશભરના કિન્નરોનું વિશ્વશાંતિ માટે જામનગરમાં મહાસંમેલન, 5000 કિન્નરો ઉમટી પડ્યાં

0
Social Share

જામનગરઃ વિશ્વશાંતિ અર્થે જામનગરમાં અખિલ ભારતીય કિન્નર મહાસંમેલનનો પ્રારંભ થયો છે. આગામી 23 મે સુધી ચાલનારા સંમેલનમાં ભંડારો સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. 11 દિવસના સંમેલનમાં ગુજરાત સહિત ભારતભરમાંથી 5000 કિન્નર ભાગ લઈ રહ્યા છે.

જામનગરમાં કિન્નર સમાજ દ્વારા વિશ્વ શાંતિ માટે યોજાયેલા મહાસંમેલનમાં દેશભરમાંથી અંદાજે 5000 થી વધુ કિન્નરો જામનગર પહોંચી ગયા છે.  જામનગરને ત્રીજી વખત આ સંમેલનના યજમાન બનવાની તક મળી છે. છોટા કાશી ગણાતા જામનગરમાં દરરોજ અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. જોકે આ ધાર્મિક કાર્યક્રમોમાંથી એક વિશેષ કાર્યક્રમ જામનગરના આંગણે યોજાઇ રહ્યો છે. જેમાં કિન્નર સમાજ દ્વારા વિશ્વ શાંતિ માટે મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ વર્ષ 2014 અને 2023મા પણ કિન્નર મહા સંમેલન યોજાયું હતું.

જામનગર કિન્નર સમાજના ગાદીપતિએ જણાવ્યું હતું. કે, શહેરના નવાનગર-જામનગર સનાતન ધર્મ માનવ સેવા કીન્નર સંપ્રદાય દ્વારા શહેરના આંગણે વિશ્વશાંતિ અર્થે અખિલ ભારતીય કીન્નર મહાસંમેલનનું આયોજન 12 થી 23 મે સુધી કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ રવિવારે થયો હતો. આ પ્રસંગે રવિવારે સવારે વાજતે ગાજતે કીન્નરો દ્વારા મામેરાનો પ્રસંગ ઊજવાયો હતો, 11 દિવસ ચાલનારા સંમેલનમાં નવચંડી મહાયજ્ઞ, રાસ-ગરબા, ભજન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સંમેલનમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, યુપી, હેદ્રાબાદ, પુના, મારવાડ, બારાગઢ, દિલ્હી, મુંબઇ સહિતના શહેરોમાંથી 5000 કીન્નરો ભાગ લઈ રહ્યા છે. શહેરના સોની મહાજન વાડી ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે. તેમજ શહેરના માર્ગો પર કિન્નર સમાજ દ્વારા શોભાયાત્રા, મહાચંડી યજ્ઞ, રાસ ગરબા અને ભજનની રમઝટ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત કિન્નર સમાજના બે ગાદીપતિનું અવસાન થતાં તેમને શ્રદ્ધાંજલિ આપવા વિશેષ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code