Site icon Revoi.in

પશ્ચિમ રેલવેનાં જનરલ મેનેજરે સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી

Social Share

રાજકોટઃ પશ્ચિમ રેલવેનાં જનરલ મેનેજર અશોકકુમાર મિશ્ર ભાવનગરની મુલાકાતે આવ્યા હતા. અશોકકુમાર મિશ્રએ સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર રેલવે સ્ટેશનની સરપ્રાઈઝ મુલાકાત કરી.

પશ્ચિમ રેલવેનાં જનરલ મેનેજરે ભાવનગરમાં વિવિધ સંસ્થાનાં આગેવાનોને મળ્યા અને તેમની રજૂઆત ધ્યાને લઇ વહેલી તકે માંગ પૂર્ણ થાય તે અંગેની ખાતરી આપી હતી. આ તકે ભાવનગર-સુરત ડેઇલી ટ્રેનની માંગ અંગે તેમણે જણાવ્યુ હતુ કે તાજેતરમાં સુરેન્દ્રનગર ગેટથી ભાવનગર ટર્મિનસ સુધીના રેલ્વે ટ્રેકનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

જેમાં ટ્રેક, બ્રિજ, લેવલ ક્રોસિંગ અને અન્ય સુવિધાઓનું મૂલ્યાંકન થયું હતું. ભાવનગરના રહેવાસીઓની આ માંગ દશકાઓ જૂની છે, પરંતુ અમદાવાદ અને સાબરમતી વચ્ચેની આધુનિકીકરણની કામગીરીને કારણે હમણાં નવી ટ્રેન સેવા શરૂ કરી શકાશે નહીં. હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટના કારણે આગામી બે વર્ષ સુધી કોઈ નવી સેવા શરૂ થવાનું શક્ય નથી. હાલમાં, આ માંગ પર પાછળથી વિચાર કરાશે.