- ગઈકાલની સરખામણીમાં કોરોનાના કેસો 11.5 ટકા ઓછા
- છેલ્લા 24 કલાકમાં નોંધાયા 2,202 નવા કેસ
- હવે એક્ટિવ કેસ 17 હજારને પાર
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘટ જોવા મળી રહી છે, જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો વિતેલા દિવસની સરખાણીમાં કોરોનાના કેસોમાં 11 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.આ સાથે જ એક્ટિવ કેસો પણ થોડા ઓછા થાય છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 2 હજાર 202 નવા કેસો નોંધાયા છે તો સાથએ જ એક્ટિવ કેસો 17 હજારને પાર છેહાલ દેશમાં સક્રિય કેસોની સંખ્યા 17 હજાર 317 જોવા મળી રહી છે તો આ સમાન સમયગાળા દરમિયાન કોરોનામાં 27 લોકોના મોત પણ થયા છે.
નવા નોંધાયેલા કેસ ગઈકાલની સરખામણીમાં 11.5 ટકા ઓછા છે. આ ભારતમાં આ સાથે જ સાજા થનારા લોકોની વાતલ કરીએ તો છેલ્લા 24 કલાકમાં 2 હજાર 550 લોકોએ કોરોનાને માત આપી છઠે અને સ્વસ્થ થયા છે.
આ સાથે જ કોરોનાની સામે રસીકરણની પ્રક્રિયા પણ જોરશોરમાં હાલ પણ ચાલી રહી છે,જે હેઠળ છેલ્લા 24 કલાકમાં 3,10,218 રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 1,91,37,34,314 કોરોના રસી આપવામાં આવી છે.
આ સાથએ જ દેશમાં નોંધાયેલા કેસોમાં સૌથી વધુ કેસ રાજધાની દિલ્હીથી જોવા મળી રહ્યા છે દિલ્હીમાં એક દિવસમાં કોરોના વાયરસના ચેપના 613 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ ત્રણ લોકોના મોત થયા છે. ચેપ દર 2.74 ટકા નોંધાયો છે.