કોરોનાના કેસોમાં સામાન્ય ઘટાડો -છેલ્લા 24 કલાકમાં 2,483 નવા કેસ નોંધાયા,એક્ટિવ કેસ 15 હજારને પાર
- 24 કલાકમાં 2,483 નવા કેસ નોંધાયો
- એક્ટિવ કેસની સંખ્યા 15 હજારને પણ પાર
દિલ્હીઃ– દેશભરમાં કોરોનાના દૈનિક કેસોમાં વધઘટ જોવા મળી રહી છે, જો કે છેલ્લા ઘણા અઠવાડિયાથી કોરોનાના કેસો 2 હજારને પાર જોવા મળે છે, જે થોડા જ એઠવાડિયા પહેલા 700 થી 800 નોઁધાતા હતા,દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસો વધતા દૈનિક કેસોના આકંડો ઊચો ગયો છે.
જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન કોરોનાના 2 હજાર 483 નવા કેસ સામે આવ્યા છે,એટલે કે એક દિવસ અગાઉની સરખામણીમાં આ કેસમાં 2 ટકાનો ઘટાડો થયો છે.
જ્યારે આ સમયગાળા દરમિયાન આ વાયરસને કારણે 1 હજાર 399 લોકોના મોત થયા છે.આ સાથે જ હવે કોરોનાથી મોતને એઙંટેલા લોકોનું કુલ સંખ્યા 5 લાખ 23 હજાર 622 પર પહોચી ચૂકી છે.આ સાથે જ પોઝિટિવિટી રેટ 0.55 ટકા નોંધાયો છે.
જો છેલ્લા 24 કલાક દરમિયાન સાજા થયેલા દર્દીઓની વાત કરીએ તો તે કુલ નાંધોતા કેસના 50 ટકાથી વધુ જોવા મળે છે,છેલ્લા 24 કલાકમાં 1 હજાર 970 લોકો કોરોના વાયરસથી સાજા થયા છે અને હાલમાં દેશમાં કોરોનાના 15 હજાર 636 સક્રિય કેસ જોવા મળે છે.જેમાં સોમવારની તુલનામાં 866 કેસ ઘટ્યા છે.