- કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો
- 24 કલાકમાં 1.27 લાક કેસ સામે આવ્યા
- 1 હજાર 56 લોકોના 24 કલાકના સમયગાામાં મોત
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ઘીમી પડતી જોવા મળી રહી છે, જો કે કોરોનાના કેસોમાં રોજેરોજ વધઘટ નોંધાઈ રહી છે, ગઈકાલની સરખામણીમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસોની સંખ્યા ઘટી છે.
જો કે બીજી તરફ કરોરોનાની થતા મૃત્યુ એ લોકોને ચોંકાવ્યા છે,કોરોનાના કારણે આજે સતત પાંચમા દિવસે 1000થી વધુ લોકોના મોત થયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારે 5 ફેબ્રુઆરી જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 1 લાખ, 27 હજાર, 952 નવા કેસ નોંધાયા છે.
આ સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 1 હજાર 59 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા પ્રમાણે, દેશમાં હવે 13 લાખ 31 હજાર સક્રિય કેસ જોવા મળે છે તો બીજી તરફ સાજા થનારા દર્દીઓની સંખ્યા 2 લાખ 30 હજાર જોવા મળશી હતી.જો કોરોનાના દૈનિક સકારાત્મકતા દરની વાત કરીએ તો તે ઘટીને હવે 7.98 પર આવી ચૂક્યો છે.