- છેલ્લા 24 કલાકમાં 13 હજાર 91 કેસ નોંધાયા
- સાજા થનારાનો દર વધ્યો
- દિવાળી બાદ કેસની સંખ્યામાં નોઁધપાત્ર વધારો
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં વિતેલા વર્ષથી જ કોરોનાની મહામારી વર્તાઈ રહી છે, ત્યારે કોરોનાની બીજી લહેર બાદ ત્રીજી લહેરની શક્યતાઓ ઘટી છે,નિષ્ણાંતો એ બીજી લહેરની સ્થિતિને જોતા ત્રીજી લહેરની શક્યતાઓ દર્શાવી હતી.ત્યારે હવે દિવાળી બાદ દેશભરમાં ઠૂટક છૂટક નોઁધાતા કેસની સંખ્યા વધેલી જોવા મળી રહી છે.
જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો સમગ્ર દેશભરમાં 13 હજાર 91 નવા કેસો નોંધાયા છે તો સામે સક્રિય કેસોની સંખ્યામાં રેકોર્ડ ઘટાડો નોંધાયો છે. હાલમાં દેશમાં સક્રિય કેસોની સંખ્યા 1 લાખ 38 હજાર 556 છે, જે છેલ્લા 266 દિવસમાં સૌથી ઓછી છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં મહામારીને કારણે 340 લોકોના મોત થયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં સતત 34 દિવસ સુધી કોરોનાના દૈનિક કેસ 20 હજારથી ઓછા આવી રહ્યા છે અને 136 દિવસથી 50 હજારથી ઓછા રોજના નવા કેસ સામે આવી રહ્યા છે. સક્રિય દર્દીઓની સંખ્યા પણ ઘટીને 1 લાખ 39 હાજર 683 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.41 ટકા કહી શકાય છે. આ દર માર્ચ 2020 પછી સૌથી નીચો દર કહી શકાય.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ પ્રમાણે દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.25 ટકા છે, જે છે માર્ચ 2020 પછી સૌથી વધુ કહી શકાય છે. દૈનિક ચેપનો દર 0.90 ટકા નોંધાયો છે, જે છેલ્લા 37 દિવસથી બે ટકાથી ઓછો કહી શકાય છે. આ સાથે જ જો સાપ્તાહિક દરની વાત કરીએ તો આ દર 1.20 ટકા નોંધાયો છે, જે છેલ્લા 47 દિવસથી બે ટકાથી ઓછો રહ્યો છે.