Site icon Revoi.in

અમેરિકાના જ્યોર્જિયામાં હિંદુફોબિયા વિરુદ્ધ ઠરાવ પાસ કરાયો, આમ કરનાર યુએસનું આ પહેલું રાજ્ય બન્યું

Social Share

દિલ્હીઃ- અમેરિકામાં આજ દિન સુધી ઘણા બદલાવ લાવવામાં આવ્યા છે ત્યારે હવે અહીના સ્ટેટ  જ્યોર્જિયા એસેમ્બલીએ હિન્દુફોબિયાની નિંદા કરતો ઠરાવ પસાર કર્યો છે. આ સાથે જ આમ કરનાર જ્યોર્જિયા અમેરિકાનું પ્રથમ રાજ્ય બનવા પામ્યું છે.

હિંદુફોબિયા અને હિંદુ વિરોધી ધર્માંધતાની નિંદા કરતા, ઠરાવમાં કેહવામાં આવ્યું  છે કે હિંદુ ધર્મ વિશ્વના સૌથી મોટા અને સૌથી જૂના ધર્મોમાંનો એક પવિત્ર ઘર્મ છે, 100 થી વધુ દેશોમાં 1.2 બિલિયનથી વધુ આ ઘર્મના નુયાયીઓ છે. પરસ્પર આદર અને શાંતિના મૂલ્યો સાથે વિવિધ પરંપરાઓ અને માન્યતા પ્રણાલીઓનો આ ઘર્મમાં સમાવેશ છે.એટલે કે હવે  હિંદુફોબિયા અને હિંદુ વિરોધી કટ્ટરતા સામે પગલાં ભરનાર અમેરિકાનું પ્રથમ રાજ્ય બની ગયું છે.

ઠરાવ એટલાન્ટાના ફોર્સીથ કાઉન્ટીના પ્રતિનિધિઓ લોરેન મેકડોનાલ્ડ અને ટોડ જોન્સ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ વિસ્તાર જ્યોર્જિયામાં સૌથી મોટા હિંદુ અને ભારતીય-અમેરિકન સમુદાયોનું ઘર છે.અહી મોટા  પ્રમાણમાં ભઆરતીયો વસી રહ્યા છએ ત્યારે આ ઠારાવથી અહીના લોકોમાં ઉત્સાહ અને શાંતિ જોવા મળી હતી.

આ સાથે જ આ ઠરાવમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અમેરિકન-હિન્દુ સમુદાય વિવિધ ક્ષેત્રો જેમ કે દવા, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, માહિતી ટેકનોલોજી, નાણા, શિક્ષણ, બાંધકામ, ઊર્જા, છૂટક વેપાર જેવા વિવિધ ક્ષેત્રોમાં મુખ્ય યોગદાન આપનાર છે.

આ સહીત ઢરાવમાં  યોગ, આયુર્વેદ, ધ્યાન, ભોજન, સંગીત, કલાના ક્ષેત્રોમાં હિન્દુ સમુદાયના યોગદાનથી સાંસ્કૃતિક માળખાને સમૃદ્ધ બનાવાની વાત કરવામાં આવી છે. અમેરિકન સમાજ દ્વારા વ્યાપકપણે અપનાવવામાં આવ્યું છે અને લાખો લોકોના જીવનમાં સુધારો થયો છે.

ઉલ્લેખનીય છએ કે આ ઠરાવ એવા સમયે પસાર કરવામાં આવ્યો છે કે જ્યારે  કેટલાક ભાગોમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં હિન્દુ-અમેરિકનો સામે ધિક્કારનાં ગુનાઓના કેસ નોંધવામાં આવ્યા છે, ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે હિન્દુફોબિયાને કેટલાક શિક્ષણવિદો દ્વારા સંસ્થાકીયકરણ કરવામાં આવ્યું છે જેઓ હિન્દુ ધર્મને નાબૂદ કરવાની હિમાયત કરે છે અને તેઓ તેના પવિત્ર પુસ્તકોને પણ દોષ આપે છે.આ ઠારાવ પસાર થવાથી હિંદુ સમુદાયમાં ખુશી જોવા મળી છે.