જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ આજથી બે દિવસીય ભારતની મુલાકાતે આવશે
દિલ્હી:જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ 25 ફેબ્રુઆરીએ એટલે કે આજથી બે દિવસની રાજ્ય મુલાકાતે ભારત આવશે, જે તેમણે પદ સંભાળ્યાના એક વર્ષ કરતાં વધુ સમય પછી દેશની તેમની પ્રથમ મુલાકાત છે.
જર્મન ચાન્સેલરની મુલાકાતની જાહેરાત કરતા, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે સ્કોલ્ઝની સાથે વરિષ્ઠ અધિકારીઓ અને ઉચ્ચ સત્તાવાળા વેપારી નેતાઓનું પ્રતિનિધિમંડળ થશે.વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે,સ્કોલ્ઝ 25 ફેબ્રુઆરીએ દિલ્હી પહોંચશે અને 26 ફેબ્રુઆરીએ બેંગલુરુ જવા રવાના થશે.
તેમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચાન્સેલર સ્કોલ્ઝ દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વાતચીત કરશે.મોદી અને સ્કોલ્ઝ બંને દેશોના બિઝનેસ લીડર્સ સાથે પણ વાતચીત કરશે.