Site icon Revoi.in

વોટ્સએપમાં હવે સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ માહિતી મેસેજમાં મેળવો

Social Share

વોટ્સએપ કંપની દ્વારા એપ્લિકેશનમાં અનેક પ્રકારના ફેરફાર કરવામાં આવતા રહેતા હોય છે. લોકોને વધારેમાં વધારે વોટ્સએપ કેવી રીતે ઉપયોગી થઈ શકે તેના માટે તમામ પ્રકારના પગલાઓ લેવામાં આવતા હોય છે અથવા સુવિધા અને ફીચર ડેવલપ કરવામાં આવતા હોય છે. આવામાં વોટ્સએપ દ્વારા હવે નવી સર્વિ શરૂ કરવામાં આવી છે જેનાથી મહિલાઓને વધારે ફાયદો થવાની સંભાવના છે.

જાણકારી અનુસાર હવે વોટ્સએપે મહિલાઓની સમસ્યાઓ, મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહિલાઓ માટે એક નવો AI ચેટ-બોટ(AI Chat Boat) લોન્ચ કર્યો છે. વોટ્સએપમાં ‘બોલ બહેન’ નામનો ચેટ-બોટ હશે. આ ચેટ-બોટ એટલા માટે બનાવવામાં આવ્યું છે કે જેથી કરીને મહિલાઓના સ્વાસ્થ્ય વિશેની તમામ માહિતીની સાથે સાથે ટીનેજ છોકરીઓ પણ એવા પ્રશ્નો પૂછી શકે કે જે તેઓ અન્યને પૂછતા અચકાય.

અત્રે ઉલ્લેખનીય છે કે, બોલ બહન ચેટ-બોટનો ઉપયોગ કરવા માટે, WhatsApp મહિલા વપરાશકર્તાઓએ +91730496601 પર હાય મોકલવાની જરૂર છે. આ માટે તમારે આ લિંક (https://wa.me/917304496601) પર ક્લિક કરવાનું રહેશે. આ ચેટ-બોટ WhatsApp બિઝનેસ પ્લેટફોર્મ પર છે અને AI ચેટ-બોટ હિંગ્લિશમાં 24 કલાક ઉપલબ્ધ છે. બોલ સિસ્ટર ચેટ-બોટ ભારતમાં મહિલાઓ અને કિશોરોને સેવા આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ સામાન્ય રીતે ઓછા અથવા મર્યાદિત ઇન્ટરનેટ ઍક્સેસનો ઉપયોગ કરે છે.