બાળકો જ્યારે નાના હોય ત્યારે ખાવાની બાબતે તેમના અનેક પ્રકારના વર્તન હોય છે. ક્યારેક નારાજગી તો ક્યારેક ગુસ્સો કરે, આવામાં બાળકો જો યોગ્ય સમયે પોતાના જમવા પર ધ્યાન ન આપે તો તેના શરીરને પાચનતંત્ર પર અસર થઈ શકે છે પણ જો બીજી તરફ તેમને આ ફળ ખાવાની આદત પડી જાય તો તેમનું પાચનતંત્ર હંમેશા સ્વસ્થ રહે છે.
જાણકારોના મત પ્રમાણે, એવોકાડો નામનું ફળ દરેક બાળકે ખાવું જોઈએ કારણકે એમાં ઘણા સારા પોષક તત્વો હોય છે. તે પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેમાં ફાઈબર અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. ઘણા બાળકો પેટમાં કૃમિની સમસ્યાથી પરેશાન છે. એવોકાડો આવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તે બાળકોના મૂડને સુધારવાનું કામ કરે છે.
આ ઉપરાંત પપૈયુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે બાળકોના પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે મેટાબોલિક રેટને વધારે છે. તેનું સેવન કરવાથી અપચો અને કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે. તેનું સેવન કર્યા પછી ફ્રેશ ફીલ થાય છે. આ ફળ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
સફરજન ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી છે. તેમાં પેક્ટીન હોય છે. તે પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તેનું સેવન કર્યા પછી બાળકો ઉર્જાવાન અનુભવે છે. તે ઝાડા અને ડાયરિયાનાં લક્ષણોમાં રાહત આપવાનું કામ કરે છે. તે શરીરના પીએચ સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે. કેળા એક ખૂબ જ સ્વસ્થ અને સ્વાદિષ્ટ ફળ છે. તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. કેળાના સેવનથી પેટ સાફ રહે છે. પાચન સંબંધિત સમસ્યાઓથી જેવી કબજિયાત અને ઝાડાથી રાહત મળે છે. તે અપચોની સમસ્યાને પણ દૂર કરે છે. આનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે.