તરબૂચના રસનો ઉપયોગ કરીને મેળવો ગ્લોઈંગ સ્કિન, લોકો પણ પૂછશે તમારા ગ્લોઈંગ ફેશનું રાજ
ગરમીના દિવસોમાં સ્કિનને સુંદર અને હાઈડ્રેટ રાખવા માટે તરબૂતનો રસ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે તેની મદદથી તમે ફેશને ચમકદાર બનાવી શકો છો.
તરબૂચનો રસ સ્કિન માટે ખુબ જ લાભકારી હોય છે. તે ફેશ પરથી કરચલીઓ ઓછી કરે છે અને ડાઘ-ધબ્બા દૂર કરવામાં મદદ કરે છે.
તરબૂચ ઉનાળામાં શરીરને ઠંડક પહોંચાડવા સાથે સાથે સ્કિન માટે પણ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તરબૂચના રસનો ઉપયોગ કરીને તમે ફેશ પરના ડાઘા અને કરચલીઓ ઘટાડી શકો છો. તરબૂચમાં 92 ટકા પાણી હોય છે, જે સ્કિનને હાઈડ્રેટ રાખવામાં ઘણી મદદ કરે છે.
જાણકારી મુજબ તરબૂચમાં લાઈકોપીન હોય છે, જે સ્કિનને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવે છે. તમે તરબૂચના રસને સીધો કે તેમાં થોડું દહીં કે મધ મિલાવીને કેને તમારા ફેશ પર લગાવી શકો છો. ધ્યાન રહે, ઘણા લોકોને તરબૂચથી એલર્જી હોઈ શકે છે. જો એવું થાય તો તેનો ઉપયોગ બંધ કરી દેવો અને ડોક્ટરની સલાહ જરૂર લો.