- ઉનાળામાં ઠંડક આપશે ગુલાબનું શરબત
- સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક
- અનેક બીમારીઓથી આપે છે રક્ષણ
હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે.ગરમીનો પારો દિનપ્રતિદિન વધતો જાય છે.હવે આ ભીષણ ગરમીએ જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. ગરમીની ઋતુમાં મોટા ભાગના લોકોને લૂ લાગવાની સંભાવના રહેતી હોય છે.એવામાં જો તમે બીમાર પડવાનું ટાળવા માંગતા હો તો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, તમે તમારા શરીરને અંદરથી ઠંડુ રાખો. જેથી શરીરનું તાપમાન વધારે ન વધે. ઉનાળાની ઋતુમાં હંમેશાં ઠંડી વસ્તુઓ ખાવાનું મન થાય છે. પરંતુ જો તમે આઇસક્રીમ,કોલ્ડ ડ્રિંક્સને બદલે દેશી પીણાંનું સેવન કરો તો તે તમારા સ્વાસ્થ્ય માટે વધારે ફાયદાકારક હોઈ શકે છે.
ઉનાળાની ઋતુમાં ગુલાબની પાંખડીઓમાંથી બનેલું ગુલાબનું શરબત પીવાનું શરૂ કરો. આયુર્વેદનું એમ પણ કહેવું છે કે, ગુલાબની પાંખડીઓમાં શરીરને ઠંડક આપવાના ગુણધર્મો હોય છે. આ ઉપરાંત ઉનાળાની ઋતુમાં શરીરમાં બળતરા અને થાકની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે.
ગુલાબના શરબતના ફાયદા
આ દિવસોમાં કોરોના વાયરસ મહામારીને કારણે ઘણા લોકોની ચિંતામાં વધારો થયો છે.એવામાં ગુલાબનું શરબત તમને શરીરની સાથે મનને શાંત કરવામાં પણ મદદ કરી શકે છે.
ગુલાબની પાંખડીઓમાં મોટી માત્રામાં ફાઇબર જોવા મળે છે,જે પેટને સાફ કરે છે અને કબજિયાત રહેતું નથી.
ગુલાબનું શરબત શરીરમાં પાણીની કમી થવા દેતી નથી અને શરીરને અંદરથી ઠંડક આપે છે,જે લૂ લાગવાની સમસ્યાને ટાળવામાં મદદ કરે છે.
દેવાંશી