એડીઓમાં પડેલા વાઢીયાથી મેળવો છૂટકારો, અપનાવો આ ઘરેલું ઉપાય
- જો તમને પણ પગમાં પડે છે વાઢીયા
- જે ચાલવા પણ નથી દેતા
- તો આ રીતે કરો તેનો ઈલાજ
એડીમાં પડેલ વાઢીયા એ સામાન્ય સમસ્યા છે. આપણે આપણા ચહેરાની ત્વચાની જેટલી કાળજી રાખીએ છીએ તેટલી આપણા પગની ત્વચાની સંભાળ રાખતા નથી. જો પગની ત્વચાની સંભાળ લેવામાં નહીં આવે, તો ત્વચા પર વાઢીયા પડવા લાગે છે. ક્રેકડ હીલ્સ સાથે ત્વચામાં ખંજવાળ, રેડનેસ અને સોજો વગેરેની સમસ્યા પણ થાય છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાય પણ અપનાવી શકો છો.
ફૂટ સ્ક્રબ બનાવવા માટે એક ચમચી ચોખાના લોટમાં 2 ચમચી મધ અને 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરો. તમારા પગને 10-15 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળો અને પછી 10 મિનિટ સુધી તેને સ્ક્રબ કરો.એડીમાં પડેલા વાઢીયાથી છૂટકારો મેળવવા અને પગને નરમ, સ્વસ્થ અને સુંદર બનાવવાનો આ એક સરસ ઉપાય છે.
એક મુઠ્ઠીભર લીમડાના પાન લો અને તેને પીસી લો અને લીમડાની પેસ્ટમાં 3 ચમચી હળદર નાખો. આ પેસ્ટને એડી પર પડેલા વાઢીયા પર લગાવો અને તેને 30 મિનિટ સુધી રહેવા દો. આ પછી ગરમ પાણીથી ધોઈ લો.
એક મોટા વાસણમાં હૂંફાળું પાણી લો અને તેમાં 1 ચમચી મીઠું, 2 ચમચી ગ્લિસરિન, 2 ચમચી ગુલાબજળ, 8-10 ટીપાં લીંબુનો રસ નાખો અને બધી વસ્તુઓને એકસાથે મિક્સ કરો. ઉપરાંત, તેમાં તમારા પગ લગભગ 15-20 મિનિટ માટે પલાળી રાખો.તમારી એડીને પ્યુમિસ પથ્થર અથવા ફૂટ સ્ક્રબરથી સ્ક્રબ કરો અને પછી તમારા પગ ધોઈ લો.