- ગરમીમાં વાંરવાર છંડા પાણીથી ફેશવોશ કરો
- કુદરતી ફેસપેક થકી ફૂલ્લીઓ થતા અટકાવો
હાલ ગરમીની ઋતુ આવી ચૂકી છે, ઘરની બહાર નીકળતાની સાથે સ્કિનને પ્રોટેક્ટ કરવાનું ભૂલવું ન જોઈએ કારણ કે ગરમીમાં થતા પસીનાના કારણે સ્કિન પર ફુલ્લીઓ અને ખીલ થવાના ચાન્સ વધી જાય ચે, જો કે આવી સ્થિતિમાં જ્યારે પણ તમે ઘરે આવો ત્યારે તમારી સ્કિનને ઠંડા પાણીથી ધોઈ લેવી જોઈએ ,કારણ કે પસીનાના કારણે ડસ્ટ જામી જાય છે છેવટે છીદ્દો બંધ થવાથી ખીલ ઉત્પન્ન થાય છે,તો ચાલો જોઈએ આવી સ્થિતિમાં ખીલ ન થાય તે માટે શું કરવું જોઈએ
સ્કિનને ફૂલ્લીઓ અને પીમ્પલ્સથી બચાવા માટે લીમડાનાપાનની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવીને 10 થી 14 મિનિટ રહેવા દો. ત્યાર બાદ ઠંડા પાણી વડે ચહેરો ઘોઈલો, આમ કરવાથી ચહેરાની ચીકાસ દૂર થશે, અને ત્વચા ખીલી ઉઠશે આ સાથે જ ફૂલ્લીઓ થવાની સંભાવના ઘટશે
બીજો આપ્શન છે હરદળ ,ખાસ કરીને હરદળમાં એક ચમચી મલાઈ મિક્સ કરીને તેની પેસ્ટ બનાવીને ચહેરા પર અપ્લાય કરો ,ત્યાર બાદ 10 મિનિટ પછી ચહેરો ઘોઈલો, મલાઈ તમારી ડ્રાઈ સ્કિનને મોશ્વચરાઈઝર પુરુ પાડશે, આમ કરવાથી તમારા પસીના થકી થતી એલર્જી અને પીમ્પલ્સને રોકવામાં મદદ મળશે
આ સાથે જ ઘરમાં રહેલું બેસન પણ કારગાર સાબિત થાય છે.બેસનમાં હરદળ અને દૂદ મિક્સ કરીને તેની પેસ્ટ ચહેરા પર લગાવીને સુકાવા દો ત્યાર બાદ હાથ વડે સ્ક્રબ કરતા હોય તે રીતે ઘસી લો અને ઠંડા પાણીથી ચહેરો ઘોઈલો, જેનાથી ખીલ થતા અટકશે
ટામેટાની સ્લાઈસ પર મધ લગાવીને ચહેરા પર 10 મિનિટ મસાજ કરો ત્યાર બાદ કોફી અને લીબુંનો રસ ચહેરા પર લગાવીને સુકાવાદો આમ કરવાથી ચીકાશ દૂર થશે જેથી ચીકાશના કારણે થતા પીમ્પલ્સ રોકવામાં મદદ મળશે,