- ડાઘ, ખીલ,ફોડલીને કરો હવે દૂર
- અપનાવો નેચરલ ઉપાય
- કાયમી દૂર થશે ચહેરાની સમસ્યા
ચહેરાની કાળજી રાખવા માટે લોકો દ્વારા અનેક પ્રકારના પગલા લેવામાં આવે છે. લોકો દ્વારા મોટા પ્રમાણમાં આ માટે ખર્ચો પણ કરવામાં આવે છે. છત્તા પણ તેમને નિરાકરણ મળતુ નથી. પણ હવે તે લોકોએ ચીંતા કરવાની જરૂર નથી કારણ કે હવે ઘરેલું ઉપાયથી જ તમારી ચહેરાને લગતી તમામ સમસ્યાનો નિકાલ આવી જશે.
શુષ્ક ત્વચા ધરાવતી મહિલાઓએ કાચા દૂધમાં રૂનું પૂમડું પલાળી ચહેરો સાફ કરવો. સામાન્ય ત્વચા હોય તો ચણાના લોટમાં ગુલાબજળ અને કોકોનટ ઓઇલનાં ત્રણ-ચાર ટીપાં ઉમેરી પાંચ મિનિટ ચહેરા પર હળવા હાથે ઘસો. અઠવાડિયે બે વાર આ પ્રયોગ કરવાથી ત્વચાની ગંદકી દૂર થાય છે.
રાત્રે સૂતા પહેલાં કાચા બટાટાના ગોળ પતીકાં કાપીને આંખની ઉપર પંદર મિનિટ મૂકવા. ત્યારબાદ ચહેરો ધોયા વગર સૂઈ જવું. સવારે ઊઠ્યા બાદ એલોવેરા અને કાકડીના જૂસને મિક્સ કરી આંખની આસપાસ લગાવો. પફીનેસ અને ડાર્ક સર્કલ માટે આ પ્રયોગ અસરકારક છે.
કેસરમાં દૂધ અને ચંદનનો પાઉડર નાખી પેસ્ટ બનાવી લો. ચહેરા પર ફેસપેકની જેમ લગાવવાથી પિગમેન્ટેશન દૂર થાય છે. એવી જ રીતે કેળાને મસળી એમાં બે ટીપાં લીંબુનો રસ ઉમેરી માસ્કની જેમ લગાવવાથી ડાઘ-ધબ્બા ઓછા થઈ જાય છે.
ચાર બદામને આખી રાત પલાળી રાખો. સવારે એમાં દૂધ અને મધ નાખી મિક્સરમાં વાટી પેસ્ટ બનાવી લો. આ બેસ્ટ સ્ક્રબિંગ છે. તમે ઇચ્છો તો આખા શરીરે સ્ક્રબિંગ કરી શકો છો. તમારી ત્વચા ખૂબ જ ઓઈલી હોય તો સંતરાની સૂકી છાલનો પાઉડર કરી એમાં અડધી ચમચી દહીં તેમ જ ગુલાબજળ ઉમેરી સ્ક્રબિંગ કરવું.
ઓલિવ, કોકોનટ અને કેસ્ટર ઓઇલને સપ્રમાણ માત્રામાં લઈ મિક્સ કરો. શુષ્ક ત્વચા માટે આ બેસ્ટ સનસ્ક્રીન છે. કોમ્બિનેશન સ્કિન માટે બદામ અને ઓલિવ ઓઇલ લેવું અને ઓઈલીસ્કિન ધરાવતી મહિલાઓએ સૂર્યના તાપથી સ્કિનનું રક્ષણ કરવા એલોવેરા જેલ લગાવો.